ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા 70ને પાર, કુલ 6 મોત


અમદાવાદ, તા. 30 માર્ચ 2020, સોમવાર

કોરોના વાઈરસનો કેરને અટકાવવા સમગ્ર દેશમાં લૉકડાઉન છે ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 71 થઈ છે. રાજકોટ અને સુરતમાં એક-એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આજના દિવસમાં રાજ્યમાં કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ભાવનગરમાં 5, સુરતમાં 1, રાજકોટમાં 1 અને અમદાવાદમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજ્યમાં કુલ 6ના મોત થયાં છે. જેમાં આજે ભાવનગરમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે.

અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને ગાંધીનગર સહિતના શહેરોમાં જે વિસ્તારોમાં પોઝિટીવ કેસો મળ્યા છે તેને હોટ સ્પોટ જાહેર કર્યા છે. આ શહેરોના જે વિસ્તારોમાં પોઝીટીવ કેસ નોંધાયા છે તેના 3 કિલોમીટર પરિઘમાં ક્લસ્ટર તરીકે ગણીને સઘન સર્વેલન્સ કરાશે. આ વિસ્તારની પરીઘમાં આવતા 5 કિલોમીટર વિસ્તારને બફર ઝોન જાહેર કરાયા છે અને આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની મૂવમેન્ટ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

લૉકડાઉનનું ચુસ્તપણે પાલન નહી થવા પર પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, લોકો હજુ પણ લોકડાઉનનું પાલન કરતા નથી. કેટલાક લોકો એક બે ટામેટા લઈને બહાર નીકળે છે. ખોટા બહાના કરનારનું વાહન જપ્ત થશે. કેટલાક નાગરિકો 100 અને 112 નંબર પર મદદ લઈ શકે. કોઇ ક્રિકેટ રમે છે, કોઇ ફરવા નીકળે છે. આવા લોકો સામે કર્યવાહી કરવામાં આવશે. પોલીસકર્મીઓને જણાવવાનું કે પોતાની ફરજ દરમિયાન મગજ શાંત રાખીને અને સંવેદનશીલ બનીને કામ કરે.

Covid-19ના ક્યાં કેટલા કેસ

શહેર  કેસ
અમદાવાદ
23
વડોદરા
09
ગાંધીનગર
09
સુરત
09
રાજકોટ
09
ભાવનગર
06
કચ્છ
01
ગીર સોમનાથ
02
પોરબંદર
01
મહેસાણા
01

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો