દુનિયામાં કોરોનાના કારણે 30000 કરતા વધુ મોત, ચીનમાં ફરી 45 કેસ સામે આવતા ચિંતા
બેઇજિંગ, તા.29 માર્ચ 2020, રવિવાર
દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટનારાઓનો આંકડો હવે 30000ને પાર કરી ગયો છે.
આ પૈકીના એકલા 10000 મોત ઈટાલીમાં થયા છે.ભારતમાં પણ 25 લોકો કોરોનાના કારણે મોતને ભેટયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં અમેરિકા દુનિયામાં પહેલુ છે.જ્યાં હાલમાં 1.21 લાખ લોકોને વાયરસે પોતાની ચપેટમાં લીધા છે.અમેરિકામાં પણ 2000 કરતા વધુ લોકોના મોત થયા છે.
ન્યૂઝીલેન્ડમાં કોરોનાના કારણે દુનિયાનુ પહેલુ મોત થયુ છે. ફ્રાંસમાં 24 કલાકમાં 300 લોકોએ જીવ ગુમાવ્યા છે. ફ્રાંસમાં 2300 મોત થઈ ચુક્યા છે.
ચિંતાજનક વાત એ પણ છે કે, ચીનમાં ફરી એક વખત કોરોનાના 45 કેસ સામે આવ્યા છે. જેમાંથી પાંચના મોત થયા છે. ચીનમાં કોરોના વાયરસ પર ઘણા ખરા અંશે કાબૂ મેળવી લેવાયોહ તો પણ બીજા કેસ સામે આવતા ચીનની સરકાર ચોંકી ઉઠી છે.
Comments
Post a Comment