રાજ્યમાં કોરોનાના કુલ 55 કેસ નોંધાયા, ગીર સોમનાથમાં પ્રથમ પોઝિટિવ કેસ


અમદાવાદ, તા. 28 માર્ચ 2020, શનિવાર

રાજ્યમાં કોરોના વાઈરસના વધુ 8 પોઝિટિવ કેસ નોંધારા કુલ આંકડો 55 થયો છે. આજે ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર ચિંતામાં મુકાયું છે. ગીર સોમનાથ જિલ્લામાં મક્કાથી પરત ફરેલા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, રાજ્યમાં આજે 8 નવા કેસ પોઝિટિવ કુલ 55 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગાંધીનગરના 25 વર્ષિય યુવકનો રિપોર્ટ પોઝિટીવ અને વેરાવળના એક 65 વર્ષિય વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ આજે અમદાવાદમાં 45 વર્ષિય મહિલાનું મોત થયું છે. મહિલા અન્ય ગંભીર બિમારીઓથી પીડિત હતા. ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને ફેફસાની બીમારી હતી.

તેમજ વધુમાં તેમણે ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સવાળા લોકોનું ટ્રેસિંગ થઇ રહ્યું છે. 27 હજારથી વધુ લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. જેઓ વિદેશથી વિમાની મુસાફરી કરી આવ્યા હોય તેમની ચકાસણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં 1 માર્ચથી 18 માર્ચ સુધીમાં કુલ 30,311 લોકો આવ્યાં છે. જેમાંથી 19,340 લોકો હાલ ક્વોરેન્ટાઇન હેઠળ છે. તેમજ અન્ય રાજ્ય તથા વિદેશથી આવેલા પ્રવાસીઓના આરોગ્યની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4.91 કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં કોરોનાને કારણે બીજું મોત

અમદાવાદમાં કોરોના વાઇરસના કારણે બીજુ મોત મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કુલ મોતનો આંક ચાર થયો છે. અમદાવાદની એસવીજી હોસ્પિટલમાં સારવાર માટે 46 વર્ષીય મહિલાને 24મી માર્ચના રોજ ખસેડવામાં આવી હતી. જેનું સારવાર દરમ્યાન મોત થયુ છે. મહિલાને સ્થાનિક ચેપ લાગ્યો હતો. ત્યારે આ મહિલાને કોરોનાનો કાળ ભરખી ગયો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો