ભારતના આ શહેરે લાગુ કર્યુ સૌથી કડક લોકડાઉન, દુધ-શાકભાજી-પેટ્રોલનુ વેચાણ બંધ

ઈન્દોર, તા.30. માર્ચ 2020, સોમવાર

કોરોનાનો ફેલાવો રોકવા માટે દેશમાં 21 દિવસનુ લોકડાઉન છે.તેમાં જીવન જરુરિયાતની વસ્તુઓના વેચાણને મુક્તિ આપવામાં આવી છે.

જોકે મધ્યપ્રદેશના ઈન્દોરમાં રાજ્ય સરકારે આખા દેશનુ સૌથી આકરુ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે.ઈન્દોરમાં કોરોનાના 31 કેસ સામે આવ્યા બાદ સરકારે 1 એપ્રિલ સુધી ઈન્દોરમાં શાકભાજી, અનાજ, દુધ , પેટ્રોલ એમ તમામ પ્રકારની વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે.આ વસ્તુઓની હોમ ડિલિવરી પણ કરવામાં નહી આવે.

છેલ્લા પાંચ દિવસમાં ઈન્દોરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ચોંકાવનારી ઝડપે વધી છે.તેનુ એક કારણ એ પણ છે કે, લોકો લોકડાઉનને હળવાશથી લઈ રહ્યા હતા.

મધ્યપ્રદેશમાં આજે બીજા આઠ નવા દર્દીઓ સામે આવ્યા છે.જેના પગલે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 47 પર પહોંચી ચુકી છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો