અમેરિકાના ગુજરાતીઓ કોરોના સામે બાંયો ચઢાવે છે
અમેરિકામાં કૂદકે ને ભૂસકે વધતા કોરોનાના અસરગ્રસ્તો
ન્યુયોર્ક, ન્યુજર્સીમાં ઇમરર્જન્સી : સ્ટુડન્ટને ઘર બેઠા ઓનલાઇન સ્ટડી, ભારત જવાનો વિચાર માંડી વાળવા સલાહ, હોસ્ટેલ છોડનારની વહારે ગુજરાતીઓ
કોરોના વાયરસના કારણે અડધું અમેરિકા કરફયુગ્રસ્ત સ્થિતિમાં છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ પણ સત્તાવાળાઓને પૂર્ણ સહકાર આપી રહ્યા છે. ન્યુયોર્ક, ન્યુજર્સી, શિકાગો, કેલિફોર્નિયામાં રહેતા ગુજરાતીઓ પોતાના આરોગ્ય બાબતે સજાગ છે. ગુજરાતીઓ જયાં સૌથી મોટા પ્રમાણમાં એકઠા થતા હતા એવા તમામ મંદિરો છેલ્લા ૧૫ દિવસથી બંધ કરાયા છે. સ્વામિનારાયણ સંથા, બીએપીએસના અમેરિકા ખાતેના તમામ મંદિરો બંધ કરાયા છે. ગુજરાતી સિનિયર સિટીઝનોની રવિવારની સભાઓ તેમજ ધાર્મિક ગેટ ટુ ગેધર પણ બંધ કરાયા છે. દરેક ગુજરાતી કોરોના વાઇરસની ગંભીરતા સમજી ગયો હોઇ તે ઘરની બહાર નીકળતો નથી અને સરકારી કાયદાને સહકાર આપી રહ્યો છે.ભારત આવવા ઇચ્છતા ગુજરાતીઓ અટવાયા છે. ઇન્ટરનેશનલ ફલાઇટનો ભારત પર આવવા પર પ્રતિબંધ હોઇ ૩૧મી સુધી ગુજરાત આવી શકાય એમ નથી.
૬૦ વર્ષની ઉપરના ગુજરાતીઓને ગુજરાતી સંગઠનો દ્વારા ઘરમાં જ રહેવા સૂચના અપાઇ છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને હોસ્ટેલ ફરજીયાત છોડવી પડે છે. જે ગુજરાતી વિદ્યાર્થીઓ પાસે અન્ય વ્યવસ્થા ના હોય તેમના માટે મંદિરોમાં વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું છે.
અમેરિકા કોરોના વાયરસ સમગ્ર પ્રજાને એક ભયંકર ઝાટકો આપી રહેલ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રતિદિન વધુ ને વધુ સખ્ત પ્રબંધ સૂચવી રહ્યા છે. બુધવાર તા. ૧૮ માર્ચના પ્રસારણ માધ્યમોના અહેવાલ થકી જણાય છે કે અમેરિકાના બધા જ રાજ્યોમાં કોરોનાની વત્તી ઓછી અસર વર્તાય છે. વોશીંગ્ટન સ્ટેટ બાદ ન્યૂયોર્ક સ્ટેટમાં વાયરસ અસરગ્રસ્તોની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. ન્યૂયોર્ક રાજ્યના ગવર્નર એન્ડ્રુ કયુમો, ન્યૂયોર્ક શહેરના મેયર De Blasio દરરોજ આ રોગનો પ્રતિકાર કરતા પગલાં અને માહિતી આપતા જાય છે. ન્યૂયોર્ક અને ન્યુ જર્સીમાં સ્ટેટ ઇમરજન્સી છે. ન્યૂયોર્ક મેયરે ૫૦૦થી વધુ સંખ્યામાં એકત્ર થવા સામે મનાઇ ફરમાવી છે. સ્કુલો, કોલેજો, સ્પોર્ટસ, કોન્સર્ટ, પરેડ, મોટા સમારંભો, શો બીઝનેસ બંધ છે. સ્ટુડન્ટસને ઘેરથી Online સ્ટડી કરાવે છે. નોકરિયાતોને પણ જ્યાં શક્ય હોય તેમને ઘેરથી Online નોકરી કરવા છૂટ આપેલ છે.
ન્યુ જર્સી ગવર્નર ફીલ મર્ફીએ સમગ્ર રાજ્યમાં રાતના ૮-૦ થી સવારના ૫.૦૦ સુધી કફર્યુ લાદેલ છે. ફાર્મસી, હોસ્પિટલ અને અન્ય મહત્વના કામ સિવાય સર્વને ઘેર રહેવા તાકીદ કરી છે અને લોકો તેને અનુસરે છે. બહાર જવાનું થાય તો વારંવાર હાથ ધોવા, અન્યથી ૬ ફૂટ દૂર રહેવું. સંપર્ક ટાળવો અને ૬૦ વર્ષથી મોટી ઉંમરનાને ઘર કેદ જેવા પગલાંનો અમલ થઈ રહ્યો છે. માનવની કટોકટી વખતે સંઘરાખોરીની મનોવૃત્તિને કારણે અમેરિકન અને ઇન્ડિયન સ્ટોરોમાં ગ્રોસરી, ટોઇલેટ અને અન્ય જીવન જરૂરિયાતની ચીજો ચપોચપ ઉપડી જાય છે. પ્રજાને ખૂબ જ વિનંતિ છે કે તેઓ ખરીદીમાં ખામોશી વર્તે, ખપ પૂરતું ખરીદે.
એક અંદાજ પ્રમાણે અમેરિકામાં ૫૦%થી વધુ લોકો ચાલુ પગાર પર નભે છે એટલે હાલ રેસ્ટોરન્ટ તથા અન્ય ધંધાઓ બંધ થતાં બેરોજગાર બનતાં બેરોજગારીનો આંક ખૂબ વધી ગયો છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે આજે જાહેર કર્યું છે કે આગામી મહિનાઓમાં બે વખત અમેરિકન નાગરિકોને તેમની આર્થિક મદદ માટે અમુક (મીનીમમ હજાર ડોલર) રકમનો Cash નો ચેક મોકલશે. આ માટે તેમણે US Congress ને કોરોના વાયરસને નાથવ 1 Trillion dollars ની રકમ મંજૂર કરવા વિનંતિ કરેલ છે. જેમાંથી અડધી રકમ આ કેશ પેમેન્ટ માટે વપરાશે. ૫૦ બિલીયન Airlines ને નુકસાની પેટે વાપરવાનો અંદાજ છે.
ગઇકાલ તા. ૧૭ માર્ચે TV Asis Live પર ભારતના ન્યૂયોર્ક ખાતેના કોન્સુલ જનરલ સંદીપ ચક્રવર્તીએ TV Asia ના એન્કર વિકાસ નાંગીયા સાથેની વાતચીતમાં તથા પ્રશ્નોત્તરીમાં કેટલીક મહત્વની બાબતોનું સ્પષ્ટીકરણ કર્યું જે અમે સાદર પ્રસ્તુત કરું છું.
અમેરિકા કે અન્યત્રથી ભારત જવાના બધા જ વીસા તા. ૧૫ એપ્રિલ ૨૦૨૦ સુધી રદ કર્યા છે. માત્ર અને માત્ર family death ગીચાર અને વયોવૃધ્ધ માબાપની Critical તબિયતના કારણે જે તે કોન્સ્યુલેટ/એમ્બેસીનું સર્ટિફિકેટ હશે તો જ પ્રવેશ મલશે. બીજું તેમણે તે પણ ભારપૂર્વક જણાવ્યું કે આવા કિસ્સામાં ભારત જવું પડે તો અમેરિકાથી direct ફલાઇટમાં India જવું, મધ્ય પૂર્વ જવું કે અન્ય જગ્યાએ transit ન કરવું. જો તેમ કરશો તો ભારતમાં ઉતર્યા પછી ૧૪ દિવસ કવોરન્ટાઇનમાં જવું પડશે. બીજું જો એકદમ જરૂરી ન હોય તો સ્થાનિક, નેશનલ અને ઇન્ટરનેશનલ ટ્રાવેલીંગ ન કરવું.
બીજો મહત્વનો મુદ્દો છે હાલમાં ઘણી બધી કોલેજો / યુનિવર્સિટીમાં કોરોના વાયરસને કારણે ક્લાસને બદલે online ભણાવવાનું અપનાવતા સ્ટુડન્ટસને તેમની હોસ્ટેલ ખાલી કરવાની ઘડી આવી છે. અમુક લોકોને (સ્ટુડન્ટસને) અમે કોઇ સગું/વહાલું કે મિત્ર ન હોય તો ક્યાં જવું તે સમસ્યા છે. તો આપણી સંસ્થાઓ, મંદિરો અને હોટલ મોટેલ ઇન્ડસ્ટ્રીઝના માલિકો આવા સ્ટુડન્ટસને કિફાયત ભાવે યા મફત કામચલાઉ રહેવાની સગવડ કરી આપે તો મોટો ઉપકાર થશે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે પણ આ દિશામાં વિનંતિ કરી છે.
અમેરિકાની હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રીઝમાં એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસીએશન આશરે ૪૦% વધુ માલિકી સાથે પ્રભુત્વ ધરાવે છે. તેના વર્તમાન વુમન ચેર પર્સન જાગૃતિ પાનવાલાએ TVમાં આ ક્ષેત્રે મદદ કરવાની ઇચ્છા વ્યકત કરી છે.
Comments
Post a Comment