કોરોનાને લઈ ગુજરાત માટે ખુબ જ ચિંતાજનક સમાચાર, પોઝિટીવ કેસ વધીને 73 થયા

અમદાવાદ, તા. 31 માર્ચ 2020 મંગળવાર

વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ગુજરાતમાં યથાવત જ છે. ત્યારે કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે. આજે બે નવા કેસ નોંધાયા છે. તેમાં અમદાવાદમાં 1 લોકલ ટ્રાન્સમિશન છે અને ગાંધીનગર અને અમદાવાદની 32 વર્ષની મહિલા કેસ છે. બે વેન્ટિલેટર પર બાકી બધા સ્ટેબલ છે અને 5 જણાને રજા આપવામાં આવી છે, ટોટલ ક્વોરેન્ટાઈન 18 હજાર લોકો છે.

741 લોકો સરકારી ક્વોરેન્ટાઈન પર છે. ટોટલ પાંચ લોકોને ડીસ્ચાર્જ કરાયા છે. ડીસ્ચાર્જ થયેલા લોકોમાં 3 લોકો 60 વર્ષથી ઉપરના છે. સાથે જ અમદાવાદ અને સુરતની 21 વર્ષની મહિલાને ડીસ્ચાર્જ કરવામાં આવી છે. વિદેશથી આવેલા 32 કેસ, આંતરરાજ્યના 4 કેસો , 37 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટમાં ચિંતા સાથે કડક લોકડાઉનમાં કરાયું છે. 24 કલાક માટે 4 નિષ્ણાંતોની ટીમ ઉપલબ્ધ છે. હાઉસ ટુ હાઉસમાં સર્વેમાં ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે. 6 કરોડ 50 લાખ લોકો સર્વેલન્સ થયો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ લોકોને સલાહ આપી છેકે, જો કોરોના વાયરસથી વધુ લોકોનાં મોત ન થાય એવું ઈચ્છતા હોવ તો લોકડાઉનનું કડક રીતે અમલ કરવા માટે કહ્યુ છે. લોકડાઉનનું પાલન કરવા અને ઘરમાં વૃદ્ધ સભ્યોની સાર સંભાળ રાખવાની અપીલ કરી છે. જેથી આપણે કોરોના વાયરસને વધુ ફેલાવવાથી રોકી શકાશે. જેટલા પણ લોકો છે જેમને સામાન્ય બીમારીઓ છે. તે બધા જ વડીલોને અને ઘરના સભ્યો છે તેમને વિનંતી છે કે, બિન ચેપી રોગોની દવાને બ્રેક ન કરવી જેથી તેમને કોરોના વાયરસનો ચેપ ન લાગે.

ગુજરાતમાં કેસ વધીને 73 થયા

રાજ્યમાં 1396 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1322 લોકોનાં ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. 73 કેસો પોઝીટીવ આવ્યા છે અને હજી સુધી 1 સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. વડોદરામાં ગોત્રી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં બધા જ પ્રકારના ઈક્વીમેન્ટ પુરતા પ્રમાણમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.  ફૂડ અને નાગરિક પૂરવઠા વિભાગામાં નિર્ણય લેવાયો છે કે, કરિયાણાના દુકાનદારોને માસ્કનું વિતરણ કરવામાં આવશે. ગુજરાત પાસે હાલમાં 31 લાખથી વધારે માસ્ક ઉપલબ્ધ છે, જેમાં N95 માસ્ક પણ 2 લાખથી વધારે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો