કોરોનાને હરાવવા મે ઘણા કડક નિર્ણય લીધા, તે માટે દેશવાસીઓની માફી માગુ છુ: PM મોદી
નવી દિલ્હી, તા. 29 માર્ચ 2020 રવિવાર
PM મોદીએ આજે મન કી બાતમાં કોરોના વાઈરસ વિશે કહ્યુ કે સૌથી પહેલા હુ દેશવાસીઓની માફી માગુ છુ.
કેટલાક એવા નિર્ણય લેવા પડ્યા છે જેના કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે. કેટલાક લોકો મારાથી નારાજ પણ હશે, હુ આપની મુશ્કેલી સમજુ છુ, મારી પાસે કોરોના વિરૂદ્ધની લડતમાં આ સિવાય કોઈ અન્ય માર્ગ નહોતો.
દુનિયાની સ્થિતિ જોઈને લાગે છે કે બસ આ એક જ રસ્તો બચ્યો છે. આપને જે પણ મુશ્કેલી પડી છે. તે માટે માફી માગુ છુ. બાદમાં રોગ અસાધ્ય થઈ જાય છે. કોરોના વાઈરસે દુનિયાને કેદ કરી દીધો છે. દરેકને પડકાર આપી રહ્યો છે. આ વાઈરસ માણસને ખતમ કરવાની જિદ કરી બેઠો છે. તેથી સૌને એક થઈને સંકલ્પ લેવો જ પડશે.
PM મોદીએ યુવાનોના કર્યા વખાણ
પીએમ મોદીએ આજે ટ્વીટ કરીને કોરોના વિરૂદ્ધની લડતમાં યુવાનોની ભાગીદારીના વખાણ કર્યા. તેમણે ટ્વીટ કરી લખ્યુ, કોરોના વિરૂદ્ધ લડતમાં યુવાનો સૌથી આગળ છે. આ સિવાય તેમણે 'PM-CARES ફંડ' માં સહયોગ કરનારાના પણ વખાણ કર્યા.
Youngsters are at the forefront of fighting COVID-19. Gratitude to Kavya and Chaitanya. Their gesture is deeply touching. #IndiaFightsCorona https://t.co/cT9hkb6NKv
— Narendra Modi (@narendramodi) March 29, 2020
Comments
Post a Comment