'બીજું બર્લિન ન બનવા દેશો, આસામ-મિઝોરમ મુદ્દે કેન્દ્ર દખલ કરે': CM જોરામથંગા
- 26 જુલાઈના રોજ આસામ પોલીસના 200 જવાનોએ મિઝોરમ પોલીસની ચોકી પર કબજો જમાવી લીધો હતો નવી દિલ્હી, તા. 01 ઓગષ્ટ, 2021, રવિવાર દેશના બે ઉત્તર પૂર્વીય રાજ્ય આસામ અને મિઝોરમ વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો. મિઝોરમના મુખ્યમંત્રી જોરામથંગાએ ગત સપ્તાહે આસામ સાથે થયેલી હિંસક અથડામણ અંગે જણાવ્યું કે, આસામ પોલીસે પહેલા મિઝોરમ પોલીસ ચોકી પર કબજો જમાવી લીધો હતો. ત્યાર બાદ આસામ પોલીસે સ્થાનિક લોકો પર ટીઅર ગેસના સેલ છોડ્યા હતા, ગોળા છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, 24 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે થયેલી બેઠકમાં તેમણે આ મુદ્દાને શાંતિથી ઉકેલવાનો નિર્ણય લીધો હતો અને બંને મુખ્યમંત્રી આ માટે સહમત થયા હતા. પરંતુ 26 જુલાઈના રોજ આસામ પોલીસના 200 જવાનોએ મિઝોરમ પોલીસની ચોકી પર કબજો જમાવી લીધો હતો. જો એક પોલીસ બીજી પોલીસની ચોકી પર કબજો કરવા પ્રયત્ન કરે તો તે યોગ્ય નથી. આ રીતે શરૂ થઈ અથડામણ તેમણે જણાવ્યું કે, આસામ પોલીસે જ્યારે ચોકી પર કબજો જમાવી લીધો તો મિઝોરમ પોલીસ આસામના કમાન્ડર સાથે વાત કરવા ગઈ. તે સમયે સ્થાનિક લોકો લાકડીઓ લઈને નીચે આવી ગયા હતા. આસા