ટોક્યો ઓલમ્પિક્સઃ ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા બોક્સર સતીશ, જાલોલોવે 5-0થી હરાવ્યા


- કલમપ્રીત કૌરે ડિસ્ક્સ થ્રો સ્પર્ધાની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી

નવી દિલ્હી, તા. 01 ઓગષ્ટ, 2021, રવિવાર

ટોક્યો ઓલમ્પિકનો આજે 10મો દિવસ છે અને તે ભારત માટે ખૂબ જ મહત્વનો છે. ઓલમ્પિકનો નવમો દિવસ ભારત માટે ખૂબ જ નિરાશાજનક રહ્યો હતો. પીવી સિંધુ ફાઈનલમાં પહોંચશે તેવી આશા હતી પરંતુ તે ફાઈનલમાં ન પહોંચી શકી. જોકે કમલપ્રીત કૌર અને ભારતીય મહિલા હોકી ટીમે મેચ જીતીને તે નિરાશાને અમુક હદ સુધી ઘટાડી હતી. 

કલમપ્રીત કૌરે ડિસ્ક્સ થ્રો સ્પર્ધાની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી. જો તેમણે આ પ્રદર્શન જાળવી રાખ્યું તો ભારતનો મેડલ પાક્કો છે. તે સિવાય ભારતીય મહિલા હોકી ટીમ પણ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. ટોક્યો ઓલમ્પિકના 10મા દિવસે ફરી એક વખત બધાની નજર પીવી સિંધુ પર રહેશે. તે આજે બ્રોન્ઝ મેડલ માટે રમશે. જ્યારે ભારતીય હોકી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં ગ્રેટ બ્રિટન સામે રમશે. આજે બોક્સિંગમાં ભારતની શરૂઆત સારી નથી રહી. 91 કિગ્રા વજનની સ્પર્ધાના ક્વાર્ટર ફાઈનલમાં સતીશ કુમારને ઉઝબેકિસ્તાનના બોક્સર બખોદિર જાલોલોવે 5-0થી હરાવ્યો છે. 

બોક્સિંગમાં ભારતને ભારે મોટો ઝાટકો લાગ્યો છે. તેઓ 91 કિગ્રા ભાર વર્ગમાં ઉઝબેકિસ્તાનના બખોદિર જાલોલોવ સામે હારી ગયા છે. જાલોલોવે તેને 5-0થી હરાવ્યો છે. આ હાર સાથે જ સતીશનું ટોક્યો ઓલમ્પિકમાં મેડલ જીતવાનું સપનું તૂટી ગયું છે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે