ગુજરાતમાં આજે કોરોનાના 30 કેસ, 57 દર્દીઓ સાજા થયા, રિક્વરી રેટ 98.74 ટકા
ગાંધીનગર, 27 જુલાઇ 2021 મંગળવાર
રાજ્યમાં કોરોનાના રોગચાળો હવે વિદાય લઇ રહ્યો હોય તેવું સરકારી આંકડા જોતા જણાય છે, જો કે હજું પણ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, આજે કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. આજે કોરોનાનાં કારણે એક પણ દર્દીનું મોત થયું નથી જે સારા સમાચાર છે, જ્યારે 57 લોકોને રજા આપવામાં આવી છે, રાજ્યમાં હાલ કુલ 285 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 280 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,413 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10076 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ રિક્વરી રેટ 98.74 ટકા છે.
રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત 3, વડોદરા કોર્પોરેશનમાં 3, મહેસાણા 2,પંચમહાલ 2, રાજકોટ કોર્પોરેશન 2, અમરેલી 1, આણંદ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1 અને વડોદરામાં 1 કેસનો સમાવેશ થાય છે.
રાજ્યનાં કેટલાક જિલ્લા એવા પણ છે, જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી જેમ કે અમદાવાદ,અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 110 લોકોને પ્રથમ અને 8373 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 64615 લોકોને રસીનો પ્રથમ અને 63370 લોકોને રસીનો બીજો ડોઝ આજ અપાયો છે. 18-45 વર્ષના 187414 લોકોને રસીનો પ્રથમ અને 45282 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આ પ્રકારે રાજ્યમાં આજે કુલ 3,69,164 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 3,21,75,416 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે.
Comments
Post a Comment