બસવરાજ બોમ્મઈ બન્યા કર્ણાટકના નવા મુખ્યમંત્રી, યેદિયુરપ્પાના સ્થાને સંભાળી કમાન


- લિંગાયત સમુદાયમાંથી આવતા બસવરાજ એસ બોમ્મઈના પિતા એસ.આર. બોમ્મઈ પણ કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુક્યા છે

નવી દિલ્હી, તા. 28 જુલાઈ, 2021, બુધવાર

કર્ણાટકમાં આજથી નવા મુખ્યમંત્રી બસવરાજ એસ બોમ્મઈનું શાસન ચાલશે. બસવરાજ બોમ્મઈએ બુધવારે સવારે 11:00 કલાકે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. હાલ ફક્ત બોમ્મઈએ જ શપથ ગ્રહણ કર્યા છે મતલબ કે મંત્રીમંડળનો વિસ્તાર બાદમાં કરવામાં આવશે.

બોમ્મઈએ શપથ ગ્રહણ પહેલા પોતાના દિવસની શરૂઆત કેટલાક નેતાઓ સાથે બાલાબ્રુયી ગેસ્ટ હાઉસ પાસે અંજનેય મંદિરમાં જઈને કરી હતી અને ભગવાનના આશીર્વાદ લીધા હતા. તે સિવાય રાજભવનમાં પણ જ્યારે તેઓ શપથ ગ્રહણ કરવા માટે મંચ પર જઈ રહ્યા હતા ત્યારે તેમણે બી.એસ. યેદિયુરપ્પાના આશીર્વાદ લીધા હતા. 

કર્ણાટકમાં બી.એસ. યેદિયુરપ્પાના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટીએ બસવરાજ એસ બોમ્મઈને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા છે. કેન્દ્રીય સુપરવાઈઝર્સની આગેવાનીમાં મંગળવારે બેંગલુરૂ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં બોમ્મઈના નામ પર મહોર લાગી હતી. 

લિંગાયત સમુદાયમાંથી જ આવે છે બસવરાજ

બસવરાજ બોમ્મઈએ પોતાની રાજકીય કરિયરની શરૂઆત જનતા દળથી કરી હતી અને ત્યાર બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો બન્યા હતા. તેઓ બી.એસ. યેદિયુરપ્પાના નજીક હોવાનું માનવામાં આવે છે. આ કારણે જ મુખ્યમંત્રી પદની રેસમાં તેમને ફાયદો મળ્યો અને તેમના નામની પસંદગી કરવામાં આવી. 

બી.એસ. યેદિયુરપ્પાની માફક બસવરાજ બોમ્મઈ પણ લિંગાયત સમુદાયમાંથી આવે છે. તેમના પિતા એસ.આર. બોમ્મઈ પણ કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. બસવરાજ બોમ્મઈ કર્ણાટકના 23મા મુખ્યમંત્રી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે