IND vs SL: નિર્ણાયક મેચમાં ભારતની શરમજનક હાર, શ્રીલંકાએ 2-1 થી જીતી T-20 સીરીઝ
કોલંબો, 29 જુલાઇ 2021 ગુરૂવાર
ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક T-20 મેચમાં ભારતને સાત વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરીઝ 2-1થી જીતી છે, ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર 81 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે નબળી બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 81 રન કર્યા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમે 14.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 82 રન ફટકારી જીત મેળવી લીધી. શ્રીલંકાએ 33 બોલ બાકી હતા ત્યારે જ સાત વિકેટે મેચ જીતી લીધી. ધનંજય ડિ સિલ્વા 23 અને વાનીંદુ હસરંગા 14 રન કરીને અણનમ પરત ફર્યા. ભારત માટે રાહુલ ચાહરે શાનદાર બોલિંગ કરતા 15 રનમાં ત્રણ વિકેટ લીધી.
ભારતીય કેપ્ટન શિખર ધવન સહિત ત્રણ બેટ્સમેન ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા. ભારતની અડધી ટીમ માત્ર 36 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. ભારત તરફથી કોઈ પણ બેટ્સમેન 25 રનના આંકડાને પણ સ્પર્શી શક્યો ન હતો. માત્ર કુલદીપ યાદવે અણનમ 23 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે, વાનીંદુ હસરંગાએ શાનદાર બોલિંગ કરતા 9 રનમાં ચાર વિકેટ લીધી હતી. મેચમાં શાનદાર પ્રદર્શનને કારણે હસરંગાને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ટીમ ઇન્ડિયાની આ છેલ્લી નવ દ્વિપક્ષીય T-20 સીરીઝમાં પહેલી હાર છે. અગાઉ આઠ સીરીઝમાંથી ભારતે સાત સીરીઝ જીતી હતી અને એક સીરીઝ ડ્રો રહી હતી.
ટીમ ઇન્ડિયા : શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડિક્કલ, સંજૂ સૈમસન (વિકેટ કિપર), નીતીશ રાણા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, રાહુલ ચહર, ચેતન સાકરિયા, વરુણ ચક્રવર્તી, સંદિપ વોરિયર
ટીમ શ્રીલંકા : અવિષ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (વિકેટ કિપર), ધનંજય ડી સિલ્વા, સદીરા સમરવિક્રમા, દાસુન શનાકા (કેપ્ટન), રમેશ મેંડિસ, વનિન્દુ હરસંગા, ચમિકા કરુણારત્ને, ઈસુરૂ ઉદાના, અકિલા ધનંજય, દુશમંથા ચમીરા
In the end, it was a simple chase for Sri Lanka; they've come back after losing the first game to win the series 2-1#SLvIND
— ESPNcricinfo (@ESPNcricinfo) July 29, 2021
Comments
Post a Comment