કોરોનાઃ એક જ વ્યક્તિ લઈ શકશે 2 અલગ-અલગ વેક્સિનના ડોઝ, કેન્દ્રએ પરીક્ષણ માટે આપી મંજૂરી


- અત્યાર સુધીમાં અનેક દેશોમાં એક જ વ્યક્તિને 2 અલગ-અલગ વેક્સિન આપવામાં આવી રહી છે

નવી દિલ્હી, તા. 30 જુલાઈ, 2021, શુક્રવાર

કોરોના વેક્સિનેશનમાં મિશ્રિત ડોઝને સામેલ કરવા માટે સરકારે વૈજ્ઞાનિક અભ્યાસની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે ટૂંક સમયમાં જ એક જ વ્યક્તિને 2 અલગ-અલગ વેક્સિનના ડોઝ મળી શકશે. અત્યાર સુધીમાં સામે આવેલા અન્ય મેડિકલ અભ્યાસમાં ખૂબ સકારાત્મક પરિણામ જોવા મળ્યા હોવાનું જણાયું છે. 

એસઈસીની બેઠકમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન, તે સિવાય નાકથી અપાતી ભારત બાયોટેકની વેક્સિન અને સીરિન્જથી અપાતી કોવેક્સિનના મિશ્રિત ડોઝ પર અભ્યાસની મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં જ ભારતીય હોસ્પિટલ્સમાં આ અભ્યાસ શરૂ થશે. 

કોવિશીલ્ડ અને કોવેક્સિનના મિશ્રિત ડોઝનું પરીક્ષણ

સમિતિના એક વરિષ્ઠ સદસ્યએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં અનેક દેશોમાં એક જ વ્યક્તિને 2 અલગ-અલગ વેક્સિન આપવામાં આવી રહી છે. ભારતમાં થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશમાં એવી ઘટના સામે આવી હતી જેને બેદરકારી માનવામાં આવેલી કારણ કે, હજુ આપણે વેક્સિનેશન કાર્યક્રમમાં મિશ્રિત ડોઝ સામેલ ન કરેલ. 

હાલ અભ્યાસમાં સારા પરિણામો મળે ત્યાર બાદ જ તેને વેક્સિનેશનમાં સામેલ કરવામાં આવશે અને સંપૂર્ણ પ્રક્રિયાને હજુ 3થી 4 મહિનાનો સમય લાગી શકે છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે