ટોક્યો ઓલમ્પિક્સઃ વંદનાની હેટ્રિકથી મહિલા હોકી ટીમનો શાનદાર વિજય
- જ્યારે મુક્કાબાજીમાં દેશને જેનાથી સૌથી વધુ આશા હતી તે અમિત પંઘાલ પણ હારીને બહાર આવી ગયા
નવી દિલ્હી, તા. 31 જુલાઈ, 2021, શનિવાર
ટોક્યો ઓલમ્પિકનો બીજો સપ્તાહ શરૂ થઈ ગયો છે. નવમા દિવસે ડિસ્કસ થ્રોમાં દેશ આશાન્વીત બન્યો છે. મહિલાઓની સ્પર્ધામાં કમલપ્રીત કૌરે 64 મીટરના સ્કોર સાથે ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. તે ગ્રુપ બીમાં બીજા સ્થાને રહી. તે સિવાય હોકીમાં પણ મહિલા ટીમે ગ્રુપનો અંતિમ મુકાબલો પોતાના નામે કર્યો અને દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું.
જોકે અન્ય રમતોમાં ભારતીય ખેલાડીઓએ નિરાશ કર્યા. તીરંદાજીની એકલ સ્પર્ધાના પ્રી ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં અતનુ દાસે હારનો સામનો કરવો પડ્યો. જાપાની ખેલાડીએ તેમને 6-4થી હરાવ્યા. જ્યારે મુક્કાબાજીમાં દેશને જેનાથી સૌથી વધુ આશા હતી તે અમિત પંઘાલ પણ હારીને બહાર આવી ગયા. વિશ્વના નંબર એક ખેલાડીએ કોલમ્બિયન મુક્કેબાજ સામે હારનો સામનો કરવો પડ્યો.
ભારતીય મહિલા હોકી ટીમ પોતાના ગ્રુપની અંતિમ મેચ જીતવામાં સફળ રહી હતી. દક્ષિણ આફ્રિકા સાથે થયેલા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ 4-3થી વિજય મેળવ્યો અને ટોક્યો ઓલમ્પિકમાં બીજો વિજય મેળવ્યો. ભારત તરફથી વંદના કટારિયાએ સૌથી વધુ 3 ગોલ કર્યા. આ વિજય સાથે જ ભારતીય ટીમ ગ્રુપ એમાં ચોથા સ્થાને છે અને તેની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાની આશા બરકરાર છે.
Comments
Post a Comment