વડોદરા: બોડેલી ડભોઈ રોડ પાસે કાર અને એસ.ટી બસ સામસામે ભટકાતા કારમાં સવાર ચાર વ્યક્તિના ઘટના સ્થળે મોત

- બોડેલી ડભોઈ રોડ સંખેડા તાલુકાના છુછાપુરા ગામના સ્ટેન્ડ પાસે કાર અને એસ.ટી બસ સામસામે ભટકાતા કર્મ સવાર ચાર વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા

બોડેલી,તા.28 જુલાઈ 2021,બુધવાર

બોડેલી- ડભોઈ રોડ પર સંખેડા તાલુકાના છુછાપુરા ગામના સ્ટેન્ડ પાસે કાર અને એસ.ટી બસ સામસામે ભટકાતા કાર લોચો થઈ જતા કારમાં સવાર ચાર ઈસમો ઘટના સ્થળે મોત નિપજ્યા હતા .

આજરોજ મધ્ય રાતે ત્રણ વાગ્યાના સુમારે બોડેલી-ડભોઈ ધોરીમાર્ગ પર સંખેડા તાલુકાના છુછાપુરા ગામે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાનાની ક્રિએટા ગાડી બોડેલીથી વડોદરા તરફ જતી હતી ત્યારે બોડેલી-ડભોઈ ધોરીમાર્ગ પર સંખેડા તાલુકાના છુછાપુરા ગામે વડોદરા તરફથી આવતી છોટાઉદેપુર-કાલાવાડ એસ.ટી બસ અને કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને ગાડીનો લોચો થઈ ગયો ગાડીમાં સવાર ચાર ઈસમો ગાડીમાંજ દબાઈ જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

સંખેડા પોલીસ સ્થળ પર આવી જે.સી.બીની મદદથી ગાડીમાં ફસાયેલા ચાર લાશોને મહા મુસીબતે બહાર કાઠી પોસ્ટમોર્ટમ કરવા મોકલી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો