પહેલી વખત સૌથી તીખા મરચાંની ભારતથી લંડન નિકાસ, વડાપ્રધાને કહી આ વાત
- આ મરચાં જલ્દી ખરાબ થનારી પ્રકૃત્તિ ધરાવે છે માટે તેની નિકાસ કરવી એક પડકાર હતો
નવી દિલ્હી, તા. 29 જુલાઈ, 2021, ગુરૂવાર
નાગાલેન્ડની 'કિંગ ચિલી' એટલે કે ભૂત ઝોલકિયા તરીકે ઓળખાતા મરચાંની પહેલી વખત લંડન નિકાસ કરવામાં આવી છે. તેની પહેલી ખેપ લંડન પહોંચી ચુકી છે. તે વિશ્વના સૌથી તીખાં મરચાં તરીકે ઓળખાય છે.
વાણિજ્ય મંત્રાલયે બુધવારે આ જાણકારી આપી હતી. મંત્રાલયે ટ્વીટમાં લખ્યું હતું કે, 'રાજા મરચાંની પહેલી ખેપ, જેને કિંગ ચિલી કે ભૂત ઝોલકિયા પણ કહેવામાં આવે છે તે આજે નાગાલેન્ડથી લંડન પહોંચ્યા છે. આ નિકાસ ખેપ ગુવાહાટી થઈને પહેલી વખત લંડન મોકલવામાં આવી છે.'
વડાપ્રધાને વ્યક્ત કરી ખુશી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ અંગે ખુશી વ્યક્ત કરી હતી. વડાપ્રધાને લખ્યું હતું કે, 'શાનદાર સમાચાર! જે લોકોએ ભૂત ઝોલકિયા ખાધા છે, ફક્ત તેઓને જ ખબર છે કે તે કેટલા તીખા હોય છે.'
Wonderful news.
— Narendra Modi (@narendramodi) July 28, 2021
Only those who have eaten the Bhoot Jolokia will know how spicy it is!https://t.co/G1nUWq3uw8 https://t.co/eJ4Pw1ymq3
તેને Scoville હીટ યુનિટ (SHUs)ના આધાર પર વિશ્વના સૌથી તીખા મરચાં માનવામાં આવે છે. લંડન મોકલવામાં આવનારી મરચાંની ખેપને નાગાલેન્ડના પેરેન જિલ્લાના તેનિંગ વિસ્તારમાંથી મંગાવવામાં આવી હતી અને તેને ગુવાહાટીમાં કૃષિ અને પ્રસંસ્કૃત ખાદ્ય નિર્યાત વિકાસ ઓથોરિટી (APEDA)ના સહયોગવાળા પેકહાઉસમાં પેક કરવામાં આવ્યા હતા. નાગાલેન્ડના આ પ્રખ્યાત મરચાંને ભૂત ઝોલકિયા કે ઘોસ્ટ પેપર કહે છે. 2008ના વર્ષમાં તેને જીઆઈ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
ઉત્સાહજનક પરિણામો
APEDAએ નાગાલેન્ડ સ્ટેટ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ બોર્ડના સહયોગથી તાજા કિંગ ચિલીની પહેલી ખેપ નિકાસ ખેપ તૈયાર કરી હતી. બંને સંસ્થાઓના સમન્વયથી જૂન અને જુલાઈ 2021માં આ મરચાંના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને તેના પરિણામો ઉત્સાહજનક રહ્યા કારણ કે તેને ઓર્ગેનિક રીતે તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ મરચાં જલ્દી ખરાબ થનારી પ્રકૃત્તિ ધરાવે છે માટે તેની નિકાસ કરવી એક પડકાર હતો. કિંગ ચિલી Solanaceae પરિવારના જીન્સ કેપ્સિકમ પ્રજાતિ સાથે સંકળાયેલા છે. થોડા સમય પહેલા જ APEDAએ ત્રિપુરાથી લંડન અને જર્મની ફણસ, આસામથી લંડન સુધી લીંબુ, આસામથી અમેરિકા સુધી લાલ ચોખા અને ત્યાંતી દુબઈ સુધી 'બર્મી દ્રાક્ષ' Letekuની નિકાસનો રસ્તો પ્રશસ્ત કર્યો હતો.
Comments
Post a Comment