Tokyo Olympics 2020: પીવી સિંધુની હારથી ટોક્યોમાં ગોલ્ડ જીતવાનું સપનું તૂટ્યું, હવે બ્રોન્ઝ મેડલ પર નજર
ટોક્યો, 31 જુલાઇ 2021 શનિવાર
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ માટે પ્રબળ દાવેદાર ભારતની પીવી સિંધુ સેમિફાઇનલમાં હારી ગઇ છે. તેણીને ચીનની તાઈપે ની તાઈ ત્ઝુ યિંગ (Tai Tzu-ying) દ્વારા સીધા સેટમાં 21-18, 21-12 થી હરાવીને અંતિમ મેચમાં જગ્યા બનાવી છે. સિંધુએ આ મેચમાં સારી શરૂઆત કરી હતી અને તેણે વિશ્વની નંબર વન બેડમિન્ટન ખેલાડી તાઇ યિંગને જોરદાર ટક્કર આપી હતી, પરંતુ તેણીએ તેના અનુભવનો ફાયદો ઉઠાવીને પ્રથમ ગેમ 21-18થી જીતી લીધી. સિંધુએ આ રમતમાં એક સમયે 11-7ની લીડ મેળવી લીધી હતી, પરંતુ તે અંત સુધી આ લીડ જાળવી શકી નહીં.
જોકે, આ હાર સાથે ટોક્યો ઓલિમ્પિકમાં સિંધુની સફર સમાપ્ત થઈ નથી. હવે તેની પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની તક હશે. તેણે બ્રોન્ઝ મેડલ મેળવવા માટે બીજી સેમિફાઇનલમાં ચીનની હી બિન જિયાઓ (HE Bing Jiao) સામે મેચ જીતવી પડશે. જો સિંધુ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહેશે તો પણ તે ઇતિહાસ રચશે. તે સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બનશે.
Comments
Post a Comment