મેઘાલયઃ ભાજપના મંત્રીએ કહ્યું- ચિકન, મટન અને માછલીની તુલનામાં બીફ વધારે ખાઓ


- સનબોર શુલ્લઈએ કહ્યું કે, આ સાચો સમય છે કે, રાજ્ય સરહદ અને પોતાના લોકોની રક્ષા માટે પોલીસ ફોર્સનો ઉપયોગ કરે

નવી દિલ્હી, તા. 01 ઓગષ્ટ, 2021, રવિવાર

મેઘાલયની ભાજપ સરકારમાં મંત્રી સનબોર શુલ્લઈએ રાજ્યના લોકોને વધારે બીફ ખાવા માટે પ્રેરિત કર્યા છે. પશુપાલન અને પશુ ચિકિત્સા મંત્રી સનબોર શુલ્લઈએ શનિવારે જણાવ્યું કે, લોકોને ચિકન, મટન અને માછલી કરતા બીફ વધારે ખાવા પ્રેરિત કરો કારણ કે, તેનાથી અલ્પસંખ્યક લોકોમાં એ ધારણા દૂર થઈ જશે કે, ભાજપા ગૌહત્યા પર પ્રતિબંધ લગાવશે. 

સનબોર શુલ્લઈએ ગત સપ્તાહે જ કેબિનેટ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, હું લોકોને ચિકન, મટન અને માછલી કરતા બીફ વધારે ખાવા માટે પ્રેરિત કરૂ છું જેથી અલ્પસંખ્યક લોકોને જે ખોટી જાણકારી છે કે, ભાજપા ગૌહત્યા પર પ્રતિબંધ મુકશે તે દૂર થઈ જાય. 

બધા જ ખાવા માટે સ્વતંત્રઃ સનબોર શુલ્લઈ

સનબોર શુલ્લઈએ કહ્યું હતું કે, ભારત એક લોકશાહી ધરાવતો દેશ છે. તેવામાં અહીં દરેક વ્યક્તિ જે ખાવા ઈચ્છે છે તે ખાવા માટે સ્વતંત્ર છે. એટલું જ નહીં, તેમણે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે, તેઓ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સાથે વાત કરશે અને એ સુનિશ્ચિત કરશે કે આસામના નવા ગાય (ગૌ) કાયદાથી મેઘાલયમાં મવેશી પરિવહન પ્રભાવિત ન થાય. 

આસામ-મેઘાલય વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદને લઈ સનબોર શુલ્લઈએ કહ્યું કે, આ સાચો સમય છે કે, રાજ્ય સરહદ અને પોતાના લોકોની રક્ષા માટે પોલીસ ફોર્સનો ઉપયોગ કરે. તેમણે કહ્યું કે, આસામના લોકો સરહદી ક્ષેત્રોમાં અમારા લોકોનું ઉત્પીડન કરતા રહેશે તો સમય ફક્ત વાત કરવાનો કે ચા પીવાનો નહીં હોય. આપણે જવાબ આપવો પડશે. આપણે તક મળે કાર્યવાહી કરવી પડશે. જોકે સાથે જ તેમણે પોતે હિંસાનું સમર્થન નથી કરતા તેમ પણ કહ્યું હતું. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો