દેશમાં સતત પાંચમા દિવસે કોરોનાના 10 હજારથી વધુ કેસ નોંધાયા, એક્ટીવ કેસની સંખ્યા 67 હજારને પાર
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ફરી એકવાર થોડો ઘટાડો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી માહિતી અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,112 નવા કેસ નોંધાયા છે.
કોરોનાના એક્ટીવ કેસમાં વધારો યથાવત
જો ભલે કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો જોવા મળ્યો હોય પરંતુ સક્રિય કેસોમાં વધારો હજુ પણ યથાવત જ છે. મંત્રાલયની માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 9,833 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે, એક્ટીવ કેસ હવે વધીને 67,806 થઈ ગયા છે. ગઈકાલે સક્રિય દર્દીઓની સંખ્યા 67,556 હતી.
24 કલાકમાં 29 લોકોના મૃત્યુ થયા
આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, 24 કલાકમાં 29 લોકોના મોત થયા છે, જે બાદ કોરોનાથી કુલ મૃત્યુઆંક 5.31 લાખ થઈ ગયો છે. મોટાભાગના મૃતકો કેરળના છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 7 લોકોના મોત થયા છે.
છેલ્લા 5 દિવસમાં કોરોના કેસમાં જોવા મળેલા ઉતાર-ચઢાવ
18 એપ્રિલ-7,633
19 એપ્રિલ-10,542
20 એપ્રિલ-12,591
21 એપ્રિલ- 11,692
22 એપ્રિલ- 12,193
Comments
Post a Comment