બનાસકાંઠા વહેલી સવારે ભૂકંપથી હચમચ્યું; પાલનપુર, ડીસામાં લોકો ઘરની બહાર દોડી આવ્યા
image : Envato |
એક પછી એક કરીને દેશ-વિદેશમાંથી ભૂકંપના સમાચાર સતત આવી રહ્યા છે ત્યારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારે જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ અહેવાલ આવતાની સાથે જ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ડીસા અને પાલનપુરની વાત કરીએ તો અહીં વહેલી સવારે 6.29 વાગ્યે 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે સદભાગ્યે તીવ્રતા ઓછી રહેવાની કોઈ જાનહાનિ થઈ નહોતી.
લોકો ભયભીત
જોકે ડીસા અને પાલનપુર સહિત આજુબાજુના કેટલાક ગામડાઓ સુધીમાં પણ આ આંચકાની અસર જોવા મળી હતી. જેના પગલે લોકો હવે તેમના ઘરમાં પણ જતા ડરી રહ્યા હતા.
Comments
Post a Comment