અનેક આવેદનો સોંપ્યા છતાં સરકારે કાર્યવાહી ન કરતાં મણિપુરમાં લોકોએ CMના કાર્યક્રમ સ્થળને આગ ચાંપી
image : facebook |
મણિપુરમાં ચુરાચાંદપુર જિલ્લાના ન્યૂ લમકામાં ગુરુવારે રાતે આશરે 9 વાગ્યે એ જગ્યાએ તોફાનીઓની ભીડે તોડફોડ અને આગચંપી કરી હતી જ્યાં ભાજપ સરકારના મુખ્યમંત્રી એન.બિરેન સિંહ એક કાર્યક્રમને સંબોધવાના હતા. સ્થાનિક પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી અને ભીડને વેરવિખેર કરી હતી. જોકે તે પહેલા રોષે ભરાયેલા લોકોના ટોળાએ સેંકડો ખુરશીઓ અને કાર્યક્રમ સ્થળને આગચાંપી દીધી હતી. અહીં ઈન્ટરનેટ પણ ઠપ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.
આદિવાસીઓએ કર્યું હતું બંધનું આહ્વાન
પોલીસે કહ્યું કે રોષે ભરાયેલા લોકોના ટોળાએ ન્યૂ લમકામાં પીટી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં નવા સ્થાપિત ઓપન જિમને આંશિક રીતે આગને હવાલે કરી દીધો હતો. તેનું ઉદઘાટન બિરેન સિંહ આજે શુક્રવારે બપોરે કરવાના હતા. લોકોના ટોળાએ હુમલો એવા સમયે કર્યો જ્યારે આદિવાસી નેતાઓના એક મંચે સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ચુરાચાંદપુરમાં બંધનું આહ્વાન કર્યું હતું.
લોકો હિંસક કેમ થયા? કેમ હિંસા ભડકી?
મંચે દાવો કર્યો હતો કે ખેડૂતો અને અન્ય આદિવાસી નિવાસીઓ માટે અનામત વન ક્ષેત્રોને ખાલી કરવા માટે ચાલી રહેલા બેદખલી અભિયાનનો વિરોધ કરતા સરકારને વારંવાર આવેદન સોંપવા છતાં સરકારે લોકોની સમસ્યાને દૂર કરવામાં કોઈ રસ દાખવ્યો નહોતો જેના કારણે લોકો વિફર્યા હતા અને હિંસા ભડકી હતી.
Comments
Post a Comment