પાકિસ્તાનમાં આતંકી હુમલો, પોલીસ સ્ટેશનને બોંબથી ઉડાવ્યું, 3ના મોત, ઘણા ઈજાગ્રસ્ત, ઈમારત ધરાશાઈ

ઈસ્લામાબાદ, તા.24 એપ્રિલ-2023, સોમવાર

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. આ હુમલામાં આતંકવાદીએ પોલીસ સ્ટેશનમાં ઘુસીને પોતાની જાતને ઉડાવી દીધો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઉપરાંત આ બ્લાસ્ટમાં ઈમારત પણ ધરાશાઈ થઈ છે.

પોલીસે જણાવ્યું કે, ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં સોમવારે એક આતંકવાદી પોલીસ સ્ટેશનની અંદર ઘૂસ્યો હતો અને તેણે પોતાની જાતને ઉડાવી દીધો હતો. આ વિસ્ફોટમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં ઈમારત પણ ધરાશાઈ થઈ છે. 

જિલ્લાના પોલીસ અધિકારી અતાઉલ્લા ખાને જણાવ્યું કે, સ્વાતના કબાલ શહેરમાં સીટીડી (કાઉન્ટર-ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ) પોલીસ સ્ટેશનની અંદર બોમ્બ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 3 લોકો માર્યા ગયા હતા.

હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે