ડમીકાંડ મામલે યુવરાજસિંહ જાડેજાના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ મોબાઈલનો ડેટા રિકવર કરશે



ડમીકાંડમાં ગઈકાલે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે આગામી 29મી એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે યુવરાજસિંહની તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. યુવરાજસિંહ પાસેથી એક કરોડની રિકવરી તેમજ પોલીસ મોબાઈલનો ડેટા પણ રિકવર કરશે.

પોલીસે યુવરાજસિંહની લાંબી પુછપરછ કરી હતી

ડમીકાંડમાં યુવરાજસિંહની મુશ્કેલી વધી રહી છે. ગઈકાલે યુવરાજસિંહને ભાવનગરની કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે આઠ મુદ્દાને ધ્યાને રાખી 29 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટની બહાર ડીવાયએસપી સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે ડમીકાંડમાં આરોપીઓના નામ ન લેવા માટે રુપિયા લેવાના આરોપમાં યુવરાજસિંહની ગતરોજ મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે યુવરાજસિંહની લાંબી પુછપરછ કરી હતી. પોલીસે યુવરાજસિંહ સહિત અન્ય 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. યુવરાજસિંહ પાસેથી એક કરોડની રિકવરી તેમજ પોલીસ મોબાઈલનો ડેટા પણ રિકવર કરશે. 

યુવરાજસિંહે પોલીસની સુરક્ષા માંગી નથી

રેન્જ આઈજી ગૌતમ પરમારે કહ્યું હતું કે, યુવરાજસિંહે પુરાવા અંગે કોઈ વાત કરી નથી. નારી ચોકડી પર મીટિંગ થયાની તેમણે કબૂલાત કરી છે. વિક્ટોરિયાના ડીલિટ કરાયેલા સીસીટીવી રિકવર કરાયા છે. યુવરાજસિંહે પોલીસની સુરક્ષા માંગી નથી. ડમીકાંડ મામલે ગઈકાલે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કર્યા બાદ તેમના સાળાની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહના સાળાની ધરપકડ થયા બાદ ભાવનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ યુવરાજસિંહના સાળાને લઈને ભાવનગર જવા રવાના થઈ હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો