VIDEO : ઉપવાસ મામલે કોંગ્રેસે નોટિસ મોકલતા સચિન પાયલટે આપ્યો જવાબ, કહ્યું ‘મેં પાર્ટીનો વિરોધ કર્યો નથી’
Image - Sachin Pilot, Facebook |
જયપુર, તા.23 એપ્રિલ-2023, રવિવાર
રાજસ્થાનમાં અવારનવાર કોંગ્રેસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચે વિવાદો જોવા મળતા હોય છે. તાજેતરમાં જ ભ્રષ્ટાચારના મામલામાં કાર્યવાહીની માંગ સાથે જયપુરના શહીદ સ્મારક ખાતે પાંચ કલાકના એક દિવસીય મૌન ઉપવાસ કર્યા હતા. સચિન પાયલોટે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે જોડાયેલ કથિત ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવાની રાજ્ય સરકાર પાસે માંગણી વધારવા ઉપરાંત સરકાર સામેના તેમના વિરોધ પાછળ અંગેનું કારણ સ્પષ્ટ કર્યું હતું.
ભ્રષ્ટાચાર સામે સવાલ ઉઠાવવો એ પાર્ટીનો વિરોધ નથી : સચિન પાયલટ
સચિન પાયલટે જણાવ્યું કે, ભ્રષ્ટાચાર સામે સવાલ ઉઠાવવો એ પાર્ટીનો વિરોધ નથી. પાયલટે જણાવ્યું કે, તેમણે નિવેદન જોયું અને જોઈને થોડું આશ્ચર્ય થયું કારણ કે દરેકને ખબર હતી કે તેઓ શા માટે વિરોધ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, તેઓ માને છે કે ભાજપ અને વસુંધરા રાજેના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર સામે સવાલ ઉઠાવવા એ પક્ષ વિરોધી નથી.
પાયલોટે ભ્રષ્ટાચારના મામલામાં કરી કાર્યવાહીની માંગ
ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે અગાઉની વસુંધરા રાજેની આગેવાની હેઠળની સરકારના કાર્યકાળ દરમિયાન કથિત ભ્રષ્ટાચારના મામલામાં કાર્યવાહીની માંગ કરી હતી અને કોંગ્રેસ દ્વારા ચેતવણી અપાઈ છતાં પાયલોટે આ માંગના વિરોધમાં 11મી એપ્રિલે શહીદ સ્મારક ખાતે 5 કલાકનું એક દિવસના મૌન ઉપવાસ પર બેસી ગયા હતા.
ગેહલોત-પાયલટ વચ્ચે 2018થી વિવાદ
ઉપરાંત ઉપવાસ કરવાની સાથે સચિન પાયલોટે મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે નવો મોરચો ખોલ્યો. ડિસેમ્બર 2018માં રાજ્યમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારની રચના થઈ ત્યારથી જ બંને નેતાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી ત્યારે પાયલોટ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ હતા.
Comments
Post a Comment