નેપાળમાં દોઢ કલાકમાં બે ભારે ભૂકંપના આંચકાથી લોકોની ઊંઘ ઊડી, સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

image : Envato


નેપાળના બાજુરાના દાહાકોટમાં ગુરુવારે રાત્રે બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 અને 5.9 મપાઈ હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

બે કલાકની અંદર બે વાર આફ્ટરશોક

નેપાળના સુરખેત જિલ્લા સિસ્મોલોજી સેન્ટરના અધિકારી રાજેશ શર્માએ જણાવ્યું હતું કે પ્રથમ ભૂકંપ રાતે 11.58 વાગ્યે (સ્થાનિક સમય) આવ્યો હતો જેની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી, જ્યારે બીજો આંચકો 5.9 ની તીવ્રતા સાથે 1.30 વાગ્યે અનુભવાયો હતો. પોલીસે કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો