તૃણમૂલ નેતા મુકુલ રૉય ફરી ભાજપમાં જોડાશે! અમિત શાહ-નડ્ડા પાસે મુલાકાતનો સમય માગતા ચર્ચા શરૂ

image : facebook


તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા મુકુલ રોયે કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાશે. કૃષ્ણનગર ઉત્તરના ટીએમસી ધારાસભ્યએ કહ્યું કે તેઓ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને મળશે. હું ભાજપમાં પાછો જઈશ. મેં શુભ્રાંશુ (તેમના પુત્ર અને પૂર્વ ટીએમસી ધારાસભ્ય) સાથે પણ ફોન પર વાત કરી છે. તેમણે પણ ભાજપમાં જોડાવું જોઈએ.

અપહરણની થિયરીને નકારી કાઢી 

અપહરણ થિયરીને નકારી કાઢતાં મુકુલ રોયે કહ્યું કે, ભાજપે દિલ્હીમાં રહેવાની વ્યવસ્થા કરી છે. મેં કૈલાશ વિજયવર્ગીય સાથે વાત કરી હતી, હું ક્યારેય ટીએમસીમાં પાછો ફરીશ નહીં." રોય હાલમાં દિલ્હીમાં છે. અગાઉ સોમવારે (17 એપ્રિલ) રાત્રે, રોયના પરિવારે દાવો કર્યો હતો કે તે સાંજથી "ગુમ" હતા. દિલ્હીમાં તેમના આગમન સાથે તેમના આગામી રાજકીય પગલા વિશે અટકળો શરૂ થઈ. રોયના પરિવારે દાવો કર્યો હતો કે તેમની "માનસિક સ્થિતિ" સારી નથી અને કોઈ અસ્વસ્થ વ્યક્તિ પર રાજકારણ ન કરવું જોઈએ. ગુમ થવાના દાવા પર મુકુલ રોયે મંગળવારે સવારે દિલ્હીમાં કહ્યું, “હું દિલ્હી આવ્યો છું. કોઈ ચોક્કસ એજન્ડા નથી. હું ઘણા વર્ષોથી સંસદ સભ્ય છું. શું હું દિલ્હી ન આવી શકું? અગાઉ પણ હું નિયમિતપણે દિલ્હી આવતો હતો.

ક્યારેક ભાજપમાં તો ક્યારેક ટીએમસીમાં

પૂર્વ રેલ્વે મંત્રી મુકુલ રોય 2017માં TMC નેતૃત્વ સાથે મતભેદો બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. તેમને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રોયે 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી પરંતુ પરિણામો જાહેર થયાના લગભગ એક મહિના પછી TMCમાં પાછા ફર્યા હતા. ટીએમસીમાં પરત ફર્યા બાદથી તેઓ લોકોની નજરથી દૂર રહ્યા છે. તેમની ખરાબ તબિયતને ટાંકીને, તેમણે ગયા વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષનું પદ છોડી દીધું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે