PM મોદી આજે નવા નિમાયેલા 71 હજાર યુવાઓને નિમણૂક પત્રો સોંપશે, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધશે
image : Twitter |
વડાપ્રધાન મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રોજગાર મેળામાં સરકારી સેવાઓ માટે નિમાયેલા 71 હજાર યુવાઓને નિમણૂક પત્રો સોંપશે. તેમાં એકમાત્ર રેલવે વિભાગના 50 હજાર નવા નિમાયેલા કર્મચારીઓ પણ સામેલ છે. આ અવસરે વડાપ્રધાન મોદી નવા નિમાયેલા કર્મચારીઓને પણ સંબોધિત કરશે.
જુઓ કયા મંત્રી ક્યાં ભાગ લેશે
સરકારી સૂત્રોના અહેવાલ અનુસાર રોજગાર મેળાના કાર્યક્રમમાં અનેક મંત્રી દેશની 45 અલગ અલગ જગ્યાઓ પર સરકારી મેળામાં ભાગ લેશે. રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ જયપુર, નાણામંત્રી નિર્મલા સીતારમણ ચેન્નઈ, જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જોધપુર, હેવી ઈન્ડસ્ટ્રી મંત્રી મહેન્દ્ર પાંડે લખનઉ, અર્જુન મુંડા રાંચી, નીતીન ગડકરી નાગપુર, ધર્મેન્દ્ર પ્રધાન ભુવનેશ્વર અને હરદીપ સિંહ પુરી પટિયાલામાં રહેશે.
શું છે મોદી સરકારની પ્રાથમિકતા?
મોદી સરકાર રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની તેની પ્રતિબદ્ધતા હેઠળ રોજગાર મેળાનું આયોજન કરી રહી છે. આ વર્ષના અંત સુધી દસ લાખ સરકારી નોકરીઓ આપવાનો વાયદો કરી ચૂકેલી સરકાર અત્યાર સુધી 1.46 લાખ યુવાઓને નિમણૂક પત્રોનું વિતરણ કરી ચૂકી છે. સરકારની આ યોજના આ વર્ષના અંત સુધી બાકીની 7.83 લાખ વેકેન્સી ભરવાનો છે.
Comments
Post a Comment