અમેરિકાએ ચીનને આપી સલાહ, કહ્યું તાઈવાન સામે લશ્કરી, રાજદ્વારી અને આર્થિક દબાણ બંધ કરે

Image : Twitter

અમેરિકા અને ચીન વચ્ચે તાઈવાનને લઈને તણાવ ચાલી રહ્યો છે. ચીનના વિદેશ મંત્રી ચિન કાંગે તાઈવાનનું સમર્થન કરી રહેલા દેશોને તાઈવાનથી દૂર રહેવાની સલાહ આપી હતી. આ મામલે અમેરિકાએ પણ ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે તાઈવાન પર વધુ આક્રમકતા ન દાખવે. અમેરિકાએ ચીનને તાઈવાન સામે સૈન્ય, રાજદ્વારી અને આર્થિક દબાણ બંધ કરવા કહ્યું છે. અમેરિકી વિદેશ વિભાગના નાયબ પ્રવક્તા વેદાંત પટેલે આ માહિતી આપી હતી.

દબાણને બદલે તાઈવાન સાથે વાટાઘાટો કરીને મતભેદો ઉકેલવા જોઈએ

US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે અમે બેઇજિંગને આગ્રહ કરીએ છીએ કે તે તાઇવાન સામે સૈન્ય, રાજદ્વારી અને આર્થિક દબાણ બંધ કરી દે અને દબાણને બદલે તાઈવાન સાથે વાટાઘાટો કરીને મતભેદો ઉકેલવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે 'યુનાઈટેડ સ્ટેટ્સ તાઈવાનના લોકોની ઈચ્છાઓ, લાગણીઓ અને હિતોની તરફેણમાં આ મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપવાનું ચાલુ રાખશે. નાયબ પ્રવક્તાએ કહ્યું કે 'અમે ઈચ્છીએ છીએ કે અમે અમારા મહત્વપૂર્ણ સહયોગીઓ અને અમારા ભાગીદારો સાથે સંકલન કરીને આ મુદ્દા પર આગળ વધીશું. તેમાંથી એક કોરિયા પ્રજાસત્તાક છે.

ચીનના વિદેશ મંત્રીએ આ વાત કહી હતી 

આ મામલે વધુમાં પટેલે જણાવ્યુ હતું કે અમેરિકા ભારતીય પેસિફિક ક્ષેત્રમાં તેના મિત્ર દેશો અને સહયોગીઓ સાથે સંકલનમાં રહેશે. પરસ્પર વિશ્વાસ આપણી સહિયારી સમૃદ્ધિ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. અમે આ પરસ્પર વિશ્વાસ અને પરસ્પર સંકલન સાથે તાઈવાનમાં શાંતિ જાળવી રાખવાના પક્ષમાં છીએ. આ પહેલા ચીનના વિદેશ મંત્રી ચિન કાંગે અમેરિકા અને તાઈવાનને સમર્થન કરતા દેશોને કડક ચેતવણી આપી હતી કે તેઓ તાઈવાનનું સમર્થન કરીને 'આગ સાથે રમી રહ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો