ડમીકાંડમાં ૪૦થી વધુ લોકોએ સરકારીનોકરી લીધી હોવાની શક્યતા

અમદાવાદ, સોમવાર

ભાવનગરના ડમીકાંડ મામલે એસઆઇટીની અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં શરદ પનોતના લેપટોપમાં ૯૦ જેટલા પરીક્ષાર્થીઓના દસ્તાવેજો  મળી આવ્યા હતા. જે દસ્તાવેજોને આધારે પ્રાથમિક તપાસમાં શરદ પનોત, પ્રકાશ દવેએ દશ વર્ષમાં ડમીકાંડમાં ૪૦ જેટલા લોકોને પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવી હોવાનું બહાર આવ્યું છે. જેેની યાદી તૈયાર કરીને એસઆઇટી સરકારી નોકરી મેળવનારની ધરપકડ કરવામાં આવશે. તેમજ બોર્ડની પરીક્ષા પાસ કરનાર વિરૂદ્વ પણ  કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આ કેસમાં આગામી સમયમાં અનેક મોટા ખુલાસા થશે.ભાવનગરમાં પોલીસે ગુજરાતના સૌથી મોટા ડમીકાંડ કેસમાં ગુનો નોંધીને તપાસ શરૂ છે. જેમાં પોલીસે આ કૌભાંડના મુખ્ય આરોપી શરદ પનોત અને પ્રકાશ દવે સહિત ચાર લોકોની ધરપકડ કરીને સઘન પુછપરછ હાથ ધરી છે. સાથેસાથે પોલીસે શરદનું લેપટોપ પણ જપ્ત કર્યું હતું. જેમાં બોર્ડની પરીક્ષાથી માંડીને સરકારી પરીક્ષાઓના ૮૦ જેટલા પરીક્ષાર્થીોના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ તમામ દસ્તાવેજોની ચકાસણી કરીને પોલીસે પુછપરછમાં આ કેસમાં ડમી ઉમેદવારની મદદથી ૪૦ જેટલા યુવકોએ સરકારી નોકરી મેળવી અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. જે અંગે એસઆઇટીએ સરકારના વિવિધ વિભાગોને જાણ કરીને ગેરકાયદેસર રીતે નોંકરી મેળવનારાઓને પુછપરછ કરીને તેમને કાયમી માટે નોકરીમાંથી સસ્પેન્ડ કરીને ગુનો નોંધીને કાર્યવાહી કરવા માંગણી કરી છે. તો આ સાથે અનેક વિદ્યાર્થીઓએ ડમી ઉમેદવારની મદદથી બોર્ડની પરીક્ષા આપી હતી. તેમના વિરૂદ્વ પણ એસઆઇટી ગુનો નોંધશે.  આમ આ કેસમાં આરોપીઓની સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો