સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની હિંસામાં મૃત્યુઆંક વધીને 180 થયો, 1,800થી વધુ ઘાયલઃ UN


સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 180 લોકોના મૃત્યુ થયા છે. જેમાં એક ભારતીયનો પણ સમાવેશ થાય છે, જ્યારે 1800થી વધુ લોકો ઘાયલ થયાના પણ અહેવાલો મળી રહ્યા છે. એક એજન્સીએ જણાવ્યું હતું કે, રાજધાની ખાર્તુમની નજીકની અથડામણમાં મૃતકોની સંખ્યા વધુ થઈ શકે છે. હોસ્પિટલમાં દાખલ ઘણા ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

સત્તા કબજે માટે લાંબા સમયથી ચાલી રહ્યો છે વિવાદ 

બે જનરલોના દળો વચ્ચે 2021માં સત્તા કબજે માટે  બળવો થયો હતો. ત્યારબાદ ફરી એકવાર શનિવારથી આ બળવો ઘાતક હિંસામાં બદલાયેલ જોવા મળે છે. અર્ધલશ્કરી દળો અને સેનાના વિલીનીકરણને લઈને આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જેના કારણે અમુક સમયે હિંસા થતી રહે છે. સુદાનના આર્મી ચીફ અબ્દેલ ફત્તાહ અલ-બુરહાન અને તેમના ડેપ્યુટી, મોહમ્મદ હમદાન ડગલો, જેઓ અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસને કમાન્ડ કરે છે.

ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરી હતી 

ખાર્તુમની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે. અનેક જિલ્લાઓમાં ગોળીબારની ઘટનાઓ બની છે. અહીં બોમ્બ ફેંકવામાં આવ્યા છે. તેને જોતા અહીં શાળા, કોલેજ, સરકારી ઓફિસો તમામને બંધ કરી દેવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરીને તેના લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. લોકોને ઘરની અંદર રહેવા અને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો