રાજ્યમાં આજે 2 લાખથી વધુ ઉમેદવારો TET-2ની પરીક્ષા આપશે, 6 વર્ષ બાદ યોજાઈ રહી છે પરીક્ષા
Image : Pixabay |
આજે રાજ્યભરમાં 2 લાખથી વધુ ઉમેદવારો TET-2ની પરીક્ષા આપશે. આ પરીક્ષા 6 વર્ષ બાદ યોજાઈ રહી છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા બોર્ડ એલર્ટ થઈ ગયું છે છે. ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે TET-2ની પરીક્ષા લેવામાં આવે છે. આ પહેલા TET-2ની પરીક્ષામાં અનેક કેન્દ્રોમાં ફેરફાર કરાયો હતો.
ઉમેદવારોને નવા પરીક્ષા કેન્દ્રોને ધ્યાને લેવા સૂચના
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે TET-2ની પરીક્ષા આયોજન કરવામાં આવ્યુ છે. આજે રાજ્યભરમાંથી 2.76 લાખ જેટલા ઉમેદવાર આ પરીક્ષા આપશે. રાજ્યમાં ધોરણ 6થી 8માં શિક્ષક બનવા માટે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ અગાઉ TET-2ની પરીક્ષા માટે અમદાવાદ-વડોદરા સહિત અનેક કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ઉમેદવારોને નવા પરીક્ષા કેન્દ્રોને ધ્યાને લેવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદના 5 અને વડોદરાના 2 જેટલા પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર થયો છે.
રાજ્યમાં 900થી વધુ પરીક્ષા કેન્દ્રો
રાજ્યના 8 મહાનગરોમાં કુલ 900થી વધુ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. આજે યોજાનાર TET-2ની પરીક્ષામાં 2,65 હજાર 791 ઉમેદવારો ગુજરાતી માધ્યમના, 6 હજાર 113 ઉમેદવારો અંગ્રેજી માધ્યમના અને 4 હજાર 162 ઉમેદવારો હિન્દી માધ્યમના છે. રાજ્યમાં એક તરફ અંગ્રેજી માધ્યમની સ્કુલો વધી રહી છે ત્યારે ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા ઉમેદવારની સંખ્યામાં વધારો થયો છે. કુલ ઉમેદવારમાંથી અંદાજે 96 ટકા ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા માટે પરીક્ષા આપશે. આ અગાઉ 16મી એપ્રિલના રોજ TET-1ની પરીક્ષા યોજાઈ હતી. આ પહેલા છેલ્લે વર્ષ 2017-18માં TETની પરીક્ષા લેવામાં આવી હતી.
Comments
Post a Comment