સાર્સ-કોવ-2 વાઇરસનું ઓમિક્રોન સ્વરૂપ ઉંદરમાંથી ઉત્પન્ન થયાનો વૈજ્ઞાનિકોનો દાવો
- આરોગ્યલક્ષી પડકારો માટે સંકલિત વૈશ્વિક પ્રયત્નો જરૂરી : મોદી
- દેશમાં કોરોનાના નવા 9629 કેસ : એક્ટિવ કેસો ઘટીને 61,013 : 29નાં મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 5,31,398
નવી દિલ્હી : ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૬૨૯ કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ૬૩,૩૮૦થી ઘટીને ૬૧,૦૧૩ થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે.
છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૯ મોત નોંધવામાં આવતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૩૧,૩૯૮ થઇ ગયો છે. જેમાં કેરળમાં અગાઉ નોંધાયેલા ૧૦ મોત પણ સામેલ છે.
દૈનિક પોઝિટીવ રેટ ૫.૩૮ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૫.૬૧ ટકા નોંધવામાં આવ્યું છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪.૪૯ કરોડ થઇ ગઇ છે. કોરોનામાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૩,૨૩,૦૪૫ થઇ ગઇ છે.
આ દરમિયાન વૈજ્ઞાનિકોએ શંકા વ્યક્ત કરી છે કે સાર્સ-કોવ-૨ વાઇરસનું ઓમિક્રોન સ્વરૂપ ઉંદરમાંથી ઉત્પન્ન થયું છે. ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર અને અન્ય ભારતીય સંસ્થાઓના શોધકર્તાઓએ સાર્સ-કોવ-૨ના ઓમિક્રોન સ્વરૂપની સંભવિત ઉત્પત્તિ માટે જર્નલ કરન્ટ સાયન્સમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં આ દાવો કર્યો છે.
બીજી તરફ વડાપ્રધાન મોદીએ આરોગ્યલક્ષી પડકારો માટે સંકલિત વૈશ્વિક પ્રયત્નો પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોરોના મહામારીએ બતાવી દીધું છે કે સરહદો આરોગ્ય સામેના ખતરાને રોકી શકતી નથી.
Comments
Post a Comment