ચીને પાકિસ્તાનની કરી તરફેણ, કાશ્મીરને વિવાદિત ક્ષેત્ર ગણાવી G20ની બેઠકના બહિષ્કારનો કર્યો નિર્ણય

image : Twitter


ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ચીન વિવાદિત ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની G20 બેઠક યોજવાનો સખત વિરોધ કરે છે. અમે આવી બેઠકોમાં હાજરી આપીશું નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને ભારત પ્રશાસિત કાશ્મીરમાં યોજાનારી G20 બેઠકો અને કાર્યક્રમોના બહિષ્કારના અહેવાલો પર આ ટિપ્પણી કરી હતી. 

પાકિસ્તાને પણ કર્યો હતો વિરોધ 

તમને જણાવી દઈએ કે, ભારત કાશ્મીરના શ્રીનગરમાં 22 થી 14 મે દરમિયાન G20 બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. કાશ્મીરમાં આ બેઠક યોજાવાથી પાકિસ્તાન અને ચીન બંને અકળાયા છે. ચીન પહેલા પાકિસ્તાને કહ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.

ભારત આ વખતે કરી રહ્યું છે અધ્યક્ષતા 

ભારત આ વખતે G20 ની અધ્યક્ષતા કરી રહ્યું છે અને તેને ભવ્ય બનાવવા માટે કોઈ કસર છોડાઈ રહી નથી. આ દરમિયાન ભારત કાશ્મીરના શ્રીનગરમાં 22 થી 14 મે દરમિયાન જી-20 બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. ભારતની આ ઘટનાથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ચીન વિવાદિત ક્ષેત્ર પર કોઈપણ પ્રકારની G20 બેઠક યોજવાનો સખત વિરોધ કરે છે. અમે આવી બેઠકોમાં હાજરી આપીશું નહીં.ચીન પાકિસ્તાનનું નજીકનું સાથી છે. આ પહેલા પાકિસ્તાને શ્રીનગરમાં યોજાનારી બેઠક પર પણ કહ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. જમ્મુ અને કાશ્મીર પર પોતાનો ગેરકાયદેસર કબજો જાળવી રાખવા માટે ભારતનું બેજવાબદાર પગલું છે. 

ભારત સરકારે કહ્યું કે આવી બેઠકનું આયોજન દુનિયાને સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ 

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે બુધવારે કહ્યું કે શ્રીનગરમાં G-20 મીટિંગ જમ્મુ અને કાશ્મીર માટે તેની સાચી ક્ષમતા બતાવવાની એક શ્રેષ્ઠ તક છે. સિંહે કહ્યું કે શ્રીનગરમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય ઘટના દેશ અને દુનિયાને સકારાત્મક સંદેશ આપશે. આ પહેલા પણ પાકિસ્તાન અને ચીને ભૂતકાળમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર વિશે અનિચ્છનીય ટિપ્પણીઓ કરી છે. જમ્મુ-કાશ્મીર પર ચીન અને પાકિસ્તાનના નિવેદનોને ભારત પહેલા જ નકારી ચૂક્યું છે.પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ત્રણ વર્ષથી મડાગાંઠ ચાલી રહી છે. જૂન 2020 માં, પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભીષણ અથડામણને પગલે દ્વિપક્ષીય સંબંધો ગંભીર તણાવમાં આવ્યા હતા. ભારતે કહ્યું છે કે જ્યાં સુધી સરહદી વિસ્તારમાં શાંતિ નહીં આવે ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય નહીં થઈ શકે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો