ભારતીય શેરમાર્કેટ ફરી વિશ્વનું પાંચમું સૌથી મોટું બજાર, ફ્રાંસ છઠ્ઠા ક્રમે ધકેલાયું


- માર્કેટ કેપ 3.31 લાખ કરોડ ડોલરને પાર

- ભારતમાં આર્થિક સુધારાના પગલે વિદેશી ફંડોએ બે મહિનામાં ભારતીય બજારમાં 5.7 અબજ ડોલર ઠાલવ્યા

અમદાવાદ : ભારતમાં મે મહિનાની શરૂઆતથી જ સૂરજ દેવતા પ્રકોપ વરસાવી રહ્યાં હતા. જોકે મે મહિનાના અંતે વાતાવરણમાં એકાએક પલટો આવતા હવે ઠંડા પવન સથે ચોમાસાનો માહોલ સર્જાયો છે તેમ જ ભારતીય શેરમાર્કેટમાં પણ તેજીનો પવન ફૂંકાઈ રહ્યો છે. સ્થાનિક અને વૈશ્વિક કારણોસર શેરબજારમાં તેજીનો ચમકારો જોવા મળતા ફરી ભારતીય માર્કેટે વિશ્વના પાંચમા સૌથી મોટા બજારનો તાજ હાંસલ કર્યો છે.

છેલ્લા ૧૫ દિવસની વિદેશી રોકાણકારોની એકતરફી લેવાનીને કારણે બજારમાં કરંટ છે અને તેમાં પણ તાજેતરમાં જ અદાણી ગુ્રપ અને રિલાયન્સના શેરમાં આવેલ ચમકારાએ રોકાણકારોના વિશ્વાસ અને સંપત્તિમાં વધારો કર્યો છે. ભારતીય બજારનું માર્કેટ કેપિટલાઇઝેશન આજે ૩.૩૧ લાખ કરોડ ડોલરને સ્પર્શ્યુ છે. બીજી તરફ ફ્રાન્સને ગત સપ્તાહે તેના બજારમાં ૧૦૦ અબજ ડોલરનું ધોવાણ જોયું હતુ.  વિશ્વના ટોચના ૧૦ બજારોમાં ભારત ફરી પાંચમા સ્થાને પહોંચ્યું છે. ભારતે જાન્યુઆરીમાં ફ્રાન્સ સામે પોતાનું આ સ્થાન ગુમાવ્યું હતું. વાસ્તવમાં ચીન અને અમેરિકામાં મંદીને કારણે ફ્રાન્સના શેરબજારને ઘણું નુકસાન થયું છે. આ દરમિયાન ફ્રાંસની ટોચની કંપની લુઈ વિટન અને વિવેન્ડી એસઈએ પોતાના શેર વેચવા પડયા હતા.

ચીનની ધીમી ગતિની વૃદ્ધિએ ભારતની સુધરી રહેલી આર્થિક રિકવરીને ફાયદો કર્યો છે. આ દરમિયાન વિદેશી કંપનીઓએ તેમનું રોકાણ ભારતમાં શિફ્ટ કરવાનું શરૂ કર્યું છે. વિદેશી ફંડોએ એપ્રિલથી અત્યાર સુધીમાં ભારતના શેરબજારમાં લગભગ ૫.૭ અબજ ડોલર ઠાલવ્યા છે. ભારતમાં આવકની સ્થિરતા અને ઉચ્ચ જીડીપી વૃદ્ધિને જોતાં વિદેશી રોકાણકારો અહીં રોકાણ કરવા માટે ઉત્સાહિત છે. 

માર્ચના મધ્યમાં કામચલાઉ ઘટાડા પછી એસ એન્ડ પી બીએસઈ સેન્સેક્સ ઇન્ડેક્સ ૧૦ ટકાથી વધુ સુધર્યો છે જ્યારે બીએસઈ બેંક્કેસ ૧૩ ટકા તો બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ લગભગ ૧૫ ટકા ચઢયા છે. આ વર્ષની શરૂઆતથી ભારતીય ઈક્વિટી બજારની માર્કેટ કેપમાં ૩૩૦ અબજ ડોલરનો વધારો થયો છે. અમેરિકી શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને સમર્થન આપવા માટે કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી પેનલને કોઈ પુરાવા ન મળ્યા બાદ અદાણી ગુ્રપના શેરમાં પણ સુારો થયો હતો, જેના કારણે અદાણી અને બેંકિંગ શેર ચમક્યા છે.

વિશ્વના ટોચના બજારોની આ યાદીમાં ૪૪.૫૪ ટ્રિલિયન ડોલરની માર્કેટકેપ સાથે અમેરિકા ટોચ પર છે. ત્યારબાદ ચીન ૧૦.૨૬ ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે બીજા અને જાપાન ૫.૬૮ ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે ત્રીજા સ્થાને છે. હોંગકોંગ ૫.૧૪ ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે ચોથા સ્થાને છે અને ભારત બાદ ફ્રાન્સ ૩.૨૪ ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે છઠ્ઠા સ્થાને છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો