FDIના ચિંતાજનક આંકડા, 10 વર્ષમાં પહેલીવાર નોંધાયો સૌથી મોટો ઘટાડો, વિદેશી રોકાણ 16% ઘટ્યું
FDIના સંદર્ભે ભારત માટે ખરાબ સમાચાર છે. 10 વર્ષમાં પ્રથમ વખત, નાણાકીય વર્ષ 2022-23માં, દેશમાં FDIમાં 16.3 ટકા ઘટીને 71 બિલિયન ડોલર થઈ ગયું છે. મોદી સરકારના કાર્યકાળમાં આ પ્રથમ અને સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. અગાઉ નાણાકીય વર્ષ 2021-22માં FDIનો આંકડો 84.8 બિલિયન ડોલર હતો.
એક દાયકામાં FDIમાં આ પ્રથમ અને સૌથી મોટો ઘટાડો
દેશના ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટમાં આ મોટો ઘટાડો દેશ માટે કોઈ આંચકાથી ઓછો નથી. આરબીઆઈએ આ આંકડા માસિક બુલેટિન સ્ટેટ ઓફ ધ ઈકોનોમીમાં જણાવ્યા છે. આ મુજબ, એક દાયકામાં FDIમાં આ પ્રથમ અને સૌથી મોટો ઘટાડો છે અને તેની સાથે નેટ FDIમાં પણ ઘટાડો નોંધાયો છે.
નેટ એફડીઆઈમાં આટલો ઘટાડો નોંધાયો
RBIના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં નેટ FDIનો આંકડો 38.6 બિલિયન ડોલર હતો, જે પાછલા નાણાકીય વર્ષ કરતા 27.5 ટકા ઘટીને 28 બિલિયન ડોલર થયો હતો.
ક્યાં ક્ષેત્રોમાં FDI ઘટ્યો?
માહિતી અનુસાર, જે ક્ષેત્રોમાં FDIમાં સૌથી વધુ ઘટાડો થયો છે તેમાં પ્રોડકશન ક્ષેત્ર, કોમ્પ્યુટર સેવાઓ અને સંચાર સેવાઓનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન જે દેશોમાંથી FDIમાં ઘટાડો થયો છે તેમાં અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ અને મોરેશિયસનો સમાવેશ થાય છે.
Comments
Post a Comment