બ્રિજભૂષણે વિવાદ વચ્ચે આપ્યું મોટુ નિવેદન : વિનેશ ફોગાટ-બજરંગ પુનિયા સામે રાખી મોટી શરત

નવી દિલ્હી, તા.21 મે-2023, રવિવાર

ઉત્તર પ્રદેશના ગોંડાના ભાજપ સાંસદ અને ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. બ્રિજ ભૂષણ શરણ સિંહે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, તે પોતાનો નાર્કો ટેસ્ટ, પોલીગ્રાફ ટેસ્ટ અથવા લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા તૈયાર છે, પરંતુ શરત એ છે કે, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાનો પણ ટેસ્ટ કરાવવો જોઈએ.

મારી સાથે વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાનો પણ ટેસ્ટ કરાવો

બ્રિજભૂષણ શરણ સિંહે વધુમાં કહ્યું કે, જો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા તેમનો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે, તો પ્રેસને બોલાવી જાહેરાત કરો. તેમને વચન આપું છું કે, હું પણ આ માટે તૈયાર છું. બ્રિજભૂષણ શરણ સિંહ અગાઉથી જ પોતાની વાત પર અડગ હતા, આજે પણ અડગ છે અને હંમેશા અડગર રહેશે... બ્રિજ ભૂષણ શરણ સિંહે પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર પોસ્ટ કરીને આ માંગ કરી છે.

બ્રિજભૂષણ સામે જાતીય સતામણીનો આરોપ

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર કુસ્તીબાજોએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. કુસ્તીબાજોની ફરિયાદ પર ભાજપ સાંસદ વિરુદ્ધ 2 કેસ નોંધવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલા કેસની તપાસ કરવામાં આવી રહી છે.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની