કર્ણાટક CM રેસ : ડીકે શિવકુમારે ખડગેને કહ્યું, ‘જ્યારથી સિદ્ધારમૈયા કોંગ્રેસમાં આવ્યા છે, ત્યારથી...’

નવી દિલ્હી, તા.16 મે-2023, મંગળવાર

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અને મુખ્યમંત્રી પદની દોડમાં સામેલ ડી.કે.શિવકુમારે આજે દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી... કોંગ્રેસથી જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ડી.કે.શિવકુમારે ખડગે સાથે મુલાકાત દરમિયાન કહ્યું કે, જો તેમને મુખ્યમંત્રી પદ નહીં અપાય તો તેઓ નાયબ મુખ્યમંત્રી કે કોઈ મંત્રી પદ પણ સ્વીકારશે નહીં અને તેઓ સામાન્ય ધારાસભ્ય તરીકે બેસશે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવકુમારે ખડગેને કહ્યું કે, જ્યારથી સિદ્ધારમૈયા કોંગ્રેસમાં આવ્યા છે, ત્યારથી તેઓ વિપક્ષના નેતા રૂપે અથવા મુખ્યમંત્રી રુપે સત્તામાં છે. આ સાથે જ શિવકુમારે ખડગેને કહ્યું કે, ‘એટલું જ નહીં, તમે પણ મુખ્યમંત્રી બની શક્યા નથી.’

‘કોંગ્રેસ મારી માતા, મંદિર, બધુ જ’

ખડગે સાથે મુલાકાત પહેલા શિવકુમારે કહ્યું કે,  કોંગ્રેસ તેમના માટે માતા સમાન છે અને પક્ષમાંથી રાજીનામું આપવાનો પ્રશ્ન જ નથી. શિવકુમારે પત્રકારોને કહ્યું કે, જો કોઈ ચેનલ રિપોર્ટિંગ કરશે કે હું પદ પરથી રાજીનામું આપી રહ્યો છું, તો હું તેની સામે માનહાનિનો કેસ દાખલ કરીશ... કેટલાક લોકો એવા અહેવાલો ચલાવી રહ્યા છે કે હું રાજીનામું આપીશ. મારી પાર્ટી મારી માતા છે. મેં પાર્ટીને (કર્ણાટકમાં) ઊભી કરી છે.

...તો હું માનહાનિનો કેસ કરીશ

કોંગ્રેસ તેમના માટે માતા સમાન છે અને પાર્ટીમાંથી રાજીનામું આપવાનો પ્રશ્ન જ નથી. શિવકુમારે પત્રકારોને કહ્યું કે, 'જો કોઈ ચેનલ રિપોર્ટિંગ કરશે કે હું પદ પરથી રાજીનામું આપી રહ્યો છું, તો હું તેની સામે માનહાનિનો કેસ દાખલ કરીશ... કેટલાક લોકો એવા સમાચાર ચલાવી રહ્યા છે કે હું રાજીનામું આપીશ. મારી પાર્ટી મારી મા છે. મેં પાર્ટીને (કર્ણાટકમાં) ઊભી કરી છે. શિવકુમારે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી મારું મંદિર છે, કોંગ્રેસ પાર્ટી અમારી સૌથી મોટી તાકાત છે, તેથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. 

શિવકુમાર-સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકના મુખ્યમંત્રી પદના બે સૌથી મોટા દાવેદાર શિવકુમાર અને સિદ્ધારમૈયાને ચર્ચા માટે દિલ્હી બોલાવ્યા છે. બીજી તરફ શિવકુમારે સ્વાસ્થ્યનું કારણ જણાવી સોમવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીની તેમની મુલાકાત રદ કરી હતી. ત્યારબાદ મંગળવારે દિલ્હી જતા પહેલા શિવકુમારે બેંગલુરુમાં પત્રકારોને કહ્યું, કોંગ્રેસના મહાસચિવે મને એકલા આવવાની સૂચના આપી છે, હું એકલો જ દિલ્હી જઈ રહ્યો છું. બીજી તરફ સિદ્ધારમૈયા સોમવારથી દિલ્હીમાં છે. શિવકુમાર બાદ તેમણે પણ મંગળવારે સાંજે ખડગે સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ જ્યારે પત્રકારોએ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે કહ્યું કે, હું કંઈ કહેવા માંગતો નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો