હાઈટેક ફીચર્સ ધરાવતું નવું સંસદ ભવન આ સુવિધાઓથી સુસજ્જ, સાંસદોને નહીં થાય કોઈ તકલીફ

Image : Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યુ છે. આ નવી સંસદ દેશની વિવિધ સંસ્કૃતિને પણ રજૂ કરશે. નવા સંસદ ભવનમાં રાજ્યસભા અને લોકસભાની સાથે એક સંવિધાન હોલ પણ બનાવવામાં આવ્યો છે. તેમાં દેશના બંધારણીય વારસાનું પ્રદર્શન પ્રદર્શિત કરવામાં આવ્યું છે. 


નવી સંસદમાં લોકસભામાં 888 સાંસદોની બેઠક ક્ષમતા હશે અને રાજ્યસભાનું કદ લોકસભા કરતા નાનું હશે. રાજ્યસભામાં 384 સાંસદો બેસી શકશે. બંને ગૃહોનું સંયુક્ત સત્ર લોકસભા ચેમ્બરમાં યોજાશે. આ ચેમ્બરમાં 1280 સાંસદો એકસાથે બેસી શકશે. નવા બિલ્ડીંગમાં સાંસદોની સુવિધા માટે ખાસ કાળજી રાખવામાં આવી છે.


નવી સંસદ હાઈટેક સુવિધાઓથી સજ્જ

નવા સંસદભવનમાં વાયુ અને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે અનેક પગલા લેવામાં આવ્યા છે. આ સંસદમાં તમામ સભ્યો માટે એક વિશેષ પુસ્તકાલય, ડાઇનિંગ હોલ અને પાર્કિંગની જગ્યા પણ છે. આ ઉપરાંત મહત્વના કામ માટે અલગ-અલગ ઓફિસો બનાવવામાં આવી છે જે હાઈટેક સુવિધાઓથી સજ્જ છે. આ સાથે કાફે, ડાઇનિંગ એરિયા, કમિટી મીટિંગ રૂમમાં પણ હાઇટેક ઇક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે. કોમન રૂમ ઉપરાંત મહિલાઓ માટે લોન્જ, વીઆઈપી લોન્જની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્પેશિયલ લોન્જ્સમાં સાંસદોને તેમના સાથીદારો, પરિવારના સભ્યો અને સંસદની મુલાકાતે આવતા લોકોને બોલાવવાની સ્વતંત્રતા હશે.


 દરેક બેઠક પર ડિજિટલ સિસ્ટમ અને ટચ સ્ક્રીન

જૂના સંસદ ભવનની સરખામણીમાં નવા સંસદનમાં લોકસભા અને રાજ્યસભામાં સાંસદોની બેઠક વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો છે. જૂના સંસદમાં સાંસદોને આવવા-જવામાં મુશ્કેલી પડતી હતી. હવે નવા સંસદમાં સાંસદો કોઈપણ અડચણ વગર આવીને જઈ શકશે. આ દરમિયાન કોઈને કોઈ સમસ્યા પણ નહીં થાય. નવી સંસદ ભવનનમાં સાંસદોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને દરેક બેઠક પર ડિજિટલ સિસ્ટમ અને ટચ સ્ક્રીન લગાવવામાં આવી છે. સાંસદો આ ડિજિટલ સિસ્ટમને તેમના મોબાઈલ અથવા ટેબલેટથી સીધા જ કનેક્ટ કરી શકશે. 


સંસદ ભવન સંકુલમાં અદ્યતન ઓડિયો-વિઝ્યુઅલ સિસ્ટમ્સ

નવા સંસદ ભવન સંકુલમાં અદ્યતન ઓડિયો-વિઝ્યુઅલ સિસ્ટમ્સ પણ સ્થાપિત કરવામાં આવી છે. સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા અને સત્ર સ્થગિત થયા બાદ સાંસદો અને કર્મચારીઓને પણ તેમના દ્વારા જાણ કરવામાં આવશે. જૂના સંસદની જેમ જ આમાંપણ સાંસદો માટે આરામદાયક ડાઇનિંગ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વડીલ સાંસદો માટે પણ અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો