કચ્છમાં ફરી આવ્યો ભૂકંપનો આંચકો, ભચાઉથી 19 કિમી દૂર નોંધાયું કેન્દ્ર બિંદુ

અમદાવાદ, તા.25 મે-2023, ગુરુવાર

રાજ્યના કચ્છ જિલ્લામાં આજે સાંજે 3.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો, જેની કેન્દ્ર બિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ માહિતી ભૂ-વિજ્ઞાન સંશોધન સંસ્થાએ (ISR) આપી છે. ગાંધીનગર સ્થિત સંસ્થાએ જણાવ્યું કે, સાંજે 6 વાગ્યેને 40 મિનિટે ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર બિંદુ જિલ્લામાં ભચાઉથી ઉત્તર-ઈશાનમાં 19 કિલોમીટર દૂર હતું.

અગાઉ 17 મેએ 4.2નો ભૂકંપ આવ્યો હતો

ઉલ્લેખનિય છે કે, અગાઉ કચ્છમાં 17મી મેએ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 4.2 આંકવામાં આવી હતી. જિલ્લા વહિવટીતંત્રે જણાવ્યું કે, આજે આવેલા ભૂકંપના કારણે કોઈપણ જાનમાલને નુકશાન થયાના અહેવાલ નથી. કચ્છ જિલ્લો ભૂગર્ભીય હલનચલનથી ભરેલો ‘ખુબ જ જોખમવાળું ક્ષેત્ર’ છે અને અહીં સમયાંતરે ઓછી તીવ્રતાના ભૂકંપો આવતા હોય છે. સામાન્ય રીતે કચ્છમાં કેએમએફ કહેવાતી ફોલ્ટલાઈન સક્રિય હોય જમીનમાં ઉંડાઈએ ભૂકંપના તીવ્ર આંચકા સામાન્ય રીતે આવતા હોય છે પરંતુ, આ ભૂકંપ ઉપરી સપાટીએ નોંધાયો છે.

વર્ષ 2001માં કચ્છના ભુજમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, જે છેલ્લી બે સદીઓમાં ત્રીજો સૌથી મોટો તેમજ બીજો સૌથી વિનાશકારી ભૂકંપ હતો. આ દરમિયાન 13,800 લોકોના મોત નિપજ્યા હતા અને 1.67 લાખ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો