આઇપીએલની ફાઇનલ મેચને લઇને પોલીસે ત્રણ લેયર સિક્યોરીટી ગોઠવી

, શુક્રવાર

અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાનારી ફાઇનલ મેચમાં સુરક્ષા વ્યવસ્થા અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ સજ્જ થઇ ગઇ છે. જેમાં પોલીસ , હોમ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓના ૧૦ હજારથી વધારેનો સ્ટાફ રવિવારે સવારથી મોટેરા અને આસપાસમાં તૈનાત રહેશે.  આ ઉપરાંત, ફાઇનલ મેચમાં દેશના અનેક ઉદ્યોગપતિઓ, કલાકારો સહિતની સેલીબ્રિટી હાજર રહેશે. જેમાં અનેક ઉદ્યોગપતિઓની ખુદ સુરક્ષા એજન્સીઓનો સ્ટાફ પણ  હાજર રહેશે. ખાસ કરીને ક્રિકેટ સ્ટેડિયમ અને આસપાસમાં સતત નજર રાખવા માટે ડ્રોનની મદદથી એર સર્વલન્સ કરવામાં આવશે.  આ આ ઉપરાંત, સ્ટેડિમય ખાતે એક વિશેષ પોલીસ કંટ્રોલ રૂમનું સેટઅપ પણ કરવામાં આવ્યું છે.અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે  આઇપીએલ ટી-૨૦ની ફાઇનલ મેચને લઇને સુરક્ષા વ્યવસ્થા અનુસંધાનમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા ત્રણ લેયર સિક્યોરીટી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.  ક્રિકેટ સ્ટેડિયમમાં તમામ ૯૦ હજારથી વધારે લોકો મેચ દરમિયાન હાજર રહેશે. પરંતુ, આ મેચમાં પ્રેક્ષકોની સાથે દેશના જાણીતા કલાકારો, ગાયકો, ઉદ્યોગપતિઓ સહિત અનેક હસ્તીઓ ઉપસ્થિત રહેશે. જેના કારણે સુરક્ષાને ત્રણ લેયરમાં ગોઠવવામાં આવી છે.  અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહે ડીજીપી વિકાસ સહાય સાથે  સુરક્ષા સંદર્ભમાં બેઠક કર્યા બાદ અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને હાઇટેક સિક્યોરીટી સાધનોની મદદ લઇને  સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. જેમાં ડીઆઇજી કક્ષાના અધિકારીના સુપરવિઝનનમાં પાંચ જેટલા ડીસીપી, ૧૫ થી વધારે એસીપી,સહિતનો સ્ટાફ ઉપરાંત, હોમગાર્ડ અને એસઆરપી સહિત ૧૦ હજારનોે સ્ટાફ ે સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે. આ સાથે ઉદ્યોગપતિઓ અને સેલીબ્રિટીઓન પોતાની સુરક્ષા એજન્સીઓનો સ્ટાફ તેમજ બીસીસીઆઇ દ્વારા સ્ટેડિયમમાં  એક હજારથી વધારે સિક્યોરીટી ગાર્ડને જવાબદારી સોંપી છે.  ક્રિકેટ સ્ટેડિયમ તેમજ આસપાસના એક કિલોમીટરના વિસ્તારમાં ડ્રોન દ્વારા વિશેષ એર સર્વેલન્સ કરવામાં આવશે. આ માટે એક ટીમ તૈયાર કરવામાં આવી છે.  આ સાથે સ્ટેડિયમમાં એક અસ્થાયી પોલીસ કંટ્રોલ રૂમનું સેટઅપ પણ કરાયુ છે. જ્યાં ઉચ્ચ અધિકારીઓ તમામ  નજર રાખશે. આમ ગુજરાત પાલીસે આઇપીએલની અત્યાર સુધી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

 

 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો