2 તબક્કામાં થશે નવા સંસદ ભવનનું ઉદઘાટન, સિક્કો-સ્ટેમ્પ પણ બહાર પડાશે, જાણો સમગ્ર કાર્યક્રમ

નવી દિલ્હી, તા.25 મે-2023, ગુરુવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી મેએ મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરના જન્મદિવસે લોકશાહીના સૌથી મોટા મંદિરની નવી ઈમારતનું ઉદ્ઘાટન કરશે. 28 મેના રોજ સવારે 7.30થી 8.30 સુધી વૈદિક વિધિ સાથે હવન અને પૂજા થશે. ગાંધીજીની મૂર્તિ પાસે પૂજા માટે પંડાલ ઉભો કરાશે.

આ દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહેશે

આ પૂજામાં PM મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપાધ્યક્ષ સહિત અનેક મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 8.30થી 9 વાગ્યા દરમિયાન લોકસભાની અંદર સત્તા હસ્તાંતર અને ન્યાયના પ્રતીક સેન્ગોલને સ્થાપિત કરાશે. સવારે 9.00 કલાકે પ્રાર્થનાસભા યોજવામાં આવશે. આ પ્રાર્થના સભામાં શંકરાચાર્ય ઉપરાંત અનેક મોટા વિદ્વાનો, પંડિતો અને સંતો, વિદ્વાનો અને વિવિધ ધર્મોના પૂજારીઓ ઉપસ્થિત રહેશે. બીજો તબક્કો બપોરે 12 વાગ્યાથી શરૂ થશે.

બીજા તબક્કાનો કાર્યક્રમ રાષ્ટ્રગીત સાથે શરૂ થશે

બીજા તબક્કામાં ઔપચારિક ઉદ્ઘાટનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. બીજા તબક્કાનો કાર્યક્રમ રાષ્ટ્રગીત સાથે શરૂ કરાશે. આ પ્રસંગે બે શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવશે. આ દરમિયાન રાજ્યસભાના ઉપાધ્યક્ષ દ્વારા ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિનો સંદેશ વાંચવામાં આવશે. આ દરમિયાન રાજ્યસભામાં વિપક્ષના નેતા પણ સંબોધન કરશે. જોકે વિપક્ષની ઘણી પાર્ટીઓએ બહિષ્કારની જાહેરાત કરી છે. ત્યારબાદ લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ સંબોધન કરશે. આ પ્રસંગે સિક્કો અને સ્ટેમ્પ પણ બહાર પડાશે. અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે, ત્યારબાદ આ કાર્યક્રમ સમાપ્ત થશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે