કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે અમેરિકા રવાના થશે, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની લેશે મુલાકાત, જાણો કાર્યક્રમ

image : Twitter


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને રવિવારે નવો પાસપોર્ટ મળ્યો હતો. સ્થાનિક કોર્ટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ જારી કર્યાના બે દિવસ પછી રાહુલ ગાંધીને સામાન્ય પાસપોર્ટ આપવામાં આવ્યો હતો, જે ત્રણ વર્ષ માટે માન્ય રહેશે. રાહુલ સોમવારે અમેરિકા જવા રવાના થશે.

ગેરલાયક ઠર્યા બાદ રાજદ્વારી પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો 

રાહુલે સાંસદ તરીકે ગેરલાયક ઠર્યા બાદ તેમનો રાજદ્વારી પાસપોર્ટ પરત કર્યો હતો. તેમણે 10 વર્ષ માટે સામાન્ય પાસપોર્ટ જારી કરવા માટે કોર્ટ પાસે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માંગ્યું હતું, પરંતુ કોર્ટે તેમને માત્ર ત્રણ વર્ષ માટે જ જારી કર્યું.  ખરેખર રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. માનહાનિના કેસમાં, સુરતની અદાલતે તેમને દોષિત ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી, ત્યારબાદ તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા અને તેમનું સાંસદ પદ રદ કરવામાં આવ્યું.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની લેશે મુલાકાત 

સાન ફ્રાન્સિસ્કોમાં રાહુલ ગાંધી પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. આ પછી રાહુલ પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પછી તે વોશિંગ્ટન ડીસીમાં સાંસદો અને થિંક ટેન્ક સાથેની બેઠકોમાં પણ ભાગ લેશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ભારતીય-અમેરિકનોને સંબોધિત કરી શકે છે. તેમની યાત્રા 4 જૂને ન્યૂયોર્કમાં સમાપ્ત થશે, જ્યાં તેઓ લોકોને સંબોધિત કરશે. આ વાતચીત  ન્યૂયોર્કના જેવિટ્સ સેન્ટરમાં થશે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો