- છપ્પર ફાડકે વરસતા મેઘરાજા,20 જળાશયો છલકાયા,ખેતરો અને શહેરો જળતરબોળ - જોડિયામાં 11, ભેંસાણ 10,જુનાગઢ 9 : સોમનાથ,ધોરાજી, જામકંડોરણા,જેતપુરમાં 4 થી 8 ઈંચ, ઉતાવળી નદીનું પાણી ઘરોમાં ઘૂસ્યું : ધોરાજી-ઉપલેટા વચ્ચેનો રોડ ધસી પડયો રાજકોટ : સૌરાષ્ટ્રમાં આજે બારે મેઘ ખાંગા થયા હોય તેમ વરસાદના વિવિધ રૂપો વચ્ચે આભમાંથી છપ્પર ફાડકે જલવર્ષા થતા ઠેરઠેર જળબંબાકાર સર્જાયો હતો.રાજ્યમાં આજે સૌથી વધુ વરસાદ રાત્રિ સુધીમાં વિસાવદરમાં અધધધ ૧૭ ઈંચ અને જંગલ વિસ્તારમાં તો તેથી વધુ વરસાદ વરસ્યો હતો. જામનગર અને જોડિયામાં ધોધમાર ૧૧ ઈંચ, ભેંસાણમાં ૧૦ ઈંચ, જુનાગઢમાં ૯ ઈંચ તથા વડિયા, જોડિયા,આમરણ ચાવીસી વિસ્તારમાં છ-છ ઈંચ, જુનાગઢ,જામનગર, રાજકોટ,સોમનાથ, અમરેલી, જિલ્લાઓમાં અન્યત્ર ત્રણથી પાંચ ઈંચ વરસાદથી સૌરાષ્ટ્ર જળતરબોળ થઈ ગયું છે. જામનગરમાં પાણીમાં ડુબી જતા પાંચ તથા લાઠી અને જસદણ સહિત ૭ વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે. જ્યારે આશરે ૨૦થી વધુ જળાશયો છલકાયા છે. અતિ તીવ્ર ગતિએ વરસેલા વરસાદથી જામનગર, જામકંડોરણા, સોમનાથ, કલાાણા, બગસરા, જેતપુર, ધોરાજી સહિત અનેક શહેરો અને ગામોમાં ઘર...