રજસથનમ બપરજય મચવ તબહ ભર વરસદન પગલ હસપટલન વરડમ પણ ભરય મરગ જળમગન

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડું પૂર્વ-ઉત્તર-પૂર્વ રાજસ્થાન તરફ આગળ વધવાની અને આગામી 12 કલાક દરમિયાન ડિપ્રેશનની તીવ્રતા જાળવી રાખવાની સંભાવના છે. આ પહેલા રવિવારે રાજસ્થાનના બાડમેર જિલ્લાના કેટલાક ભાગોમાં બિપરજોયના પ્રભાવ હેઠળ ભારે વરસાદ થયો હતો. અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ જતાં લાઈનબદ્ધ રીતે ટ્રકો પણ પલટી ખાઈ ગઈ હતી. હોસ્પિટલોમાં વૉર્ડ સુધી પાણી ભરાઈ ગયું હતું. અનેક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા. 

બિપરજોય ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું 

અનેક સ્થળોએ ભારે જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. હોસ્પિટલોના વૉર્ડમાં પણ પાણી ભરાઈ ગયું હતું.  ભારતીય હવામાન વિભાગ (IMD)ના મહાનિર્દેશક ડૉ મૃત્યુંજય મહાપાત્રાએ શનિવારે જણાવ્યું હતું કે ચક્રવાત બિપરજોય નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને તે પૂર્વ-ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના આસપાસના વિસ્તારોમાં એક-બે જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. તેમણે વધુમાં કહ્યું કે ચક્રવાતને કારણે માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ વરસાદ થઈ રહ્યો છે.

મહાપાત્રાએ કહ્યું- બિપરજોય નબળું પડ્યું 

બિપરજોય વાવાઝોડું નબળું પડ્યું છે. તે પૂર્વ-ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની આજુબાજુના વિસ્તારોમાં એક કે બે જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ચક્રવાતને કારણે માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ વરસાદ પડી રહ્યો છે. ચોમાસાને આ ચક્રવાત સાથે કોઈ લેવાદેવા નથી. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે ચક્રવાત બિપરજોય 16 જૂને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને અડીને આવેલા દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને ધોળાવીરા અને ગુજરાતના લગભગ 100 કિમી ઉત્તરપૂર્વમાં કચ્છ પર 'ડીપ ડિપ્રેશન'માં નબળો પડ્યો હતો. તે ગુજરાતમાં લેન્ડફોલ પછી રાજસ્થાન તરફ આગળ વધી ગયો હતો.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો