સગર પહલવનન જતય શષણન કસમ બરજભષણ સહન કલનચટ
- દિલ્હી પોલીસે બ્રિજભૂષણ વિરુદ્ધ 1,000 પાનાનું આરોનામું દાખલ કર્યું
- ભાજપ સાંસદ બ્રિજભૂષણ સામે પોક્સોનો આરોપ પડતો મૂકવા અરજી : પહેલવાનોના દાવાનું માત્ર 7 સાક્ષી દ્વારા સમર્થન
નવી દિલ્હી : ભારતીય કુશ્તી સંઘના વિદાય લઈ રહેલા અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ સામે એક સગીર પહેલવાનના જાતીય શોષણના આક્ષેપોના કેસમાં દિલ્હી પોલીસે તેમને ક્લિનચિટ આપી દીધી છે જ્યારે બ્રિજભૂષણ વિરુદ્ધ અન્ય ૬ પહેલવાનોએ કરેલા કેસમાં ગુરુવારે બે અદાલતોમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે. આ કેસની આગામી સુનાવણી ૬ જુલાઈએ થશે.
દિલ્હી પોલીસે ભાજપ સાંસદ બ્રિજભૂષણ સામે પોક્સોના આરોપો પડતા મૂકવા કોર્ટમાં ભલામણ કરી છે, પરંતુ તેની સામે છ મહિલા પહેલવાનોના જાતીય પજવણી અને સ્ટોકિંગના આરોપો જાળવી રાખવામાં આવ્યા છે. સરકારે બ્રિજભૂષણ સામે આંદોલન કરી રહેલા બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક સહિતના પહેલવાનોને ૧૫મી જૂન સુધીમાં આરોપનામુ દાખલ થઈ જવાની ખાતરી આપી હતી, જે મુજબ દિલ્હી પોલીસે આજે બે અદાલતમાં અલગ અલગ કેસ દાખલ કર્યા હતા.
સગીર પહેલવાનના આરોપોના પગલે પટિયાલા કોર્ટમાં જ્યારે છ પુખ્ત મહિલા પહેલવાનોની ફરિયાદ પર રાઉઝ એવન્યુ કોર્ટમાં બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ૧,૦૦૦ પાનાનાં આરોપનામા દાખલ કર્યા હતા. જોકે, દિલ્હી પોલીસે અદાલતમાં બ્રિજભૂષણ સામે પોક્સોનો આરોપ હટાવવા અરજી કરી છે.
દિલ્હી પોલીસે ૫૫૦ પાનાનાં તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, સગીર પહેલવાનના આરોપો મુજબ પોક્સોની ફરિયાદ મુદ્દે કોઈ પુરાવા મળ્યા નથી. એવામાં પોલીસે અદાલતમાં બ્રિજભૂષઇ વિરુદ્ધ પોક્સો કેસ હટાવી દેવા ભલામણ કરી છે. ફરિયાદી પીડિતાના પિતા અને પીડિતાના પોતાના નિવેદનોના આધારે જ પોલીસે આ રિપોર્ટ કોર્ટને સોંપ્યો છે.
દિલ્હી પોલીસે જણાવ્યું કે, બ્રિજભૂષણ વિરુદ્ધ દાખલ આરોપનામામાં પોલીસે કહ્યું કે, સીઆરપીસીની કમલ ૧૬૪ હેઠળ પીડિતો દ્વારા અપાયેલ નિવેદન બે આરોપીઓ વિરુદ્ધ આરોપનામાનો મુખ્ય પુરાવો છે. આરોપનામામાં પોલીસે કહ્યું છે કે બે ડઝનથી વધુ સાક્ષીઓમાંથી સાત સાક્ષીઓએ પીડિતોના દાવાનું સમર્થન કર્યું છે. અન્ય સાક્ષીઓ આરોપીની તરફેણમાં બોલી રહ્યા છે. તેઓ ટ્રાયલ દરમિયાન ક્રોસ એક્ઝામિનેશનને આધીન હશે.
બ્રિજભૂષણ વિરુદ્ધ ૩૫૪-એ (જાતીય સતામણી), ૩૫૪ (મહિલાઓનો શીલભંગ), ૩૫૪-ડી (સ્ટોકિંગ)ની કલમો હેઠળ આરોપ ઘડાયા છે. હવે આ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં ૪થી જુલાઈએ સુનાવણી થશે.
Comments
Post a Comment