VIDEO: રશયમ ગહયદધન એધણ! હલકપટરથ કરય બમબમર ઓઈલ ડપ બળન રખ
image : Twitter |
રશિયા ગૃહ યુદ્ધની અણીએ પહોંચી ગયું છે. પુતિનની ખાનગી સેના જેણે યુક્રેનના ઘણા શહેરો જીતી લીધા હતા તે હવે મોસ્કો પર કબજો કરવાનો પ્રયાસ કરી રહી છે. રશિયામાં મોટા પાયે વિનાશ થઈ રહ્યો છે. એક રશિયન હેલિકોપ્ટરે કથિત રીતે વેરોનિસ શહેરમાં ઓઈલ ડેપો પર બોમ્બમારો કર્યો હતો. તેના કારણે જોરદાર આગ લાગી હતી. જોકે વેગનર ગ્રૂપ દ્વારા હેલિકોપ્ટરને તોડી પડાયાના અહેવાલ મળી રહ્યા છે.
ચેચનના સૈનિકો રશિયાની મદદે આવ્યા
વેગનર ગ્રૂપના બળવાનો સામનો કરવા માટે રશિયાના સૈન્યની મદદ કરવા ચેચન સૈનિકો પણ હવે ત્યાં પહોંચવા લાગ્યા છે. ચેચન સૈનિકોના જથ્થાનો રોસ્તોવ તરફ કૂચ કરતો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. બીજી બાજુ તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને પણ મુશ્કેલ ઘડીમાં પુટિનને સંપૂર્ણ મદદનું આશ્વાસન આપ્યું છે.
⚡️Russian sources report that Chechen troops are entering Rostov region. pic.twitter.com/WvM9Zix9ek
— War Monitor (@WarMonitors) June 24, 2023
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક હેલિકોપ્ટર રશિયન શહેર વોરોનેઝમાં ઓઈલ ડેપો પર ઊડતું જોવા મળે છે. થોડીવારમાં તે નીચે બોમ્બ ઝિંકતું જોવા મળે છે. ત્યારબાદ થોડી જ ક્ષણોમાં ઓઈલ ડેપોમાંથી ભીષણ જ્વાળાઓ નીકળીને આકાશને સ્પર્શતી જોવા મળી હતી. ઓઇલ ડેપોમાં આગ રશિયન હેલિકોપ્ટર દ્વારા બોમ્બ ઝિંકવાને કારણે લાગી હતી. ખરેખર તો બળવાખોર જૂથ વેગનર આર્મીએ આ ઓઈલ ડેપો પર કબજો મેળવીને તેને કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. તે અહીંથી જ પોતાના વાહનોમાં ઈંધણ સપ્લાય કરવામાં વ્યસ્ત હતો. તેથી જ રશિયાએ આ ડેપોનો નાશ કર્યો.
વેગનર સેનાએ પુતિન સામે મોરચો ખોલ્યો
વેગનર ગ્રૂપે જેને રાષ્ટ્રપતિ પુતિનની ખાનગી સેના કહેવામાં આવે છે, તેણે બળવો પોકાર્યો છે. વેગનર ગ્રુપના ચીફ યેવજેની પ્રિગોઝિને પુતિનની સત્તા ઉથલાવી દેવાની જાહેરાત કરી અને મોસ્કો તરફ કૂચ કરી હતી. અહેવાલો અનુસાર, બળવાખોર જૂથે ઘણા શહેરો પર કબજો કરી લીધો છે. વેગનર ચીફે બખ્મુત શહેર કબજે કરવાનો દાવો કર્યો હતો. માહિતી અનુસાર હવે વેગનર સેના મોસ્કોથી ફક્ત 500 કિ.મી.ના અંતરે જ રહી ગઈ છે.
Comments
Post a Comment