ટઈટનક જવ નકળલ 5 અબજપતઓન મતય સબમરનન કટમળ દખયન થઈ પષટ

image : Twitter


ટાઈટેનિક જહાજ જોવા ગયેલા ટાઇટન સબમરીનમાં સવાર તમામ પાંચ લોકોના કરૂણ મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ વાતની પુષ્ટિ કરતા સબમરીન ઓપરેટિંગ કંપની ઓશનગેટે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સબમરીનમાં સવાર તમામ લોકો ડૂબી ગયેલા ટાઈટેનિક જહાજના કાટમાળને જોવા માટે ઊંડા સમુદ્રમાં ગયા હતા, જ્યાં તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. 18મી જૂને ઓશનગેટ કંપનીની આ સબમરીન પ્રવાસ માટે નીકળી હતી, પરંતુ શરૂઆતના 2 કલાકમાં જ સંપર્ક તૂટી ગયો હતો.

ટાઈટેનિક જહાજની નજીકમાં દેખાયો કાટમાળ 

અહેવાલ અનુસાર, સર્ચ ટીમને ટાઈટેનિક જહાજ પાસે ગુમ થયેલી સબમરીનનો કાટમાળ મળ્યો છે. અમેરિકી કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર સબમરીનનો કાટમાળ મળ્યા બાદ નિષ્ણાતોની ટીમે તપાસ શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સબમરીનનો કાટમાળ કેનેડાના જહાજમાં તૈનાત માનવરહિત રોબોટે શોધી કાઢ્યો છે. અમેરિકી કોસ્ટગાર્ડના અધિકારીઓના અહેવાલ અનુસાર ટાઈટન સબમરિનમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને તેના કારણે તેમાં સવાર તમામ લોકો મૃત્યુ પામી ગયા હતા. 

તમામ મૃતકો જાણીતા અબજપતિ હતા 

ટાઇટન સબમરીન પર સવાર પાંચેય લોકો જાણીતા અબજોપતિ હતા. તેમાં ઓશનગેટના સીઈઓ સ્ટોકટન રશ, પ્રિન્સ દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ, હેમિશ હાર્ડિંગ અને પોલ-હેનરી નાર્જિયોલેટનો સમાવેશ થાય છે.

માત્ર 8 કલાકનો સફર હતો પરંતુ... 

18 જૂનના રોજ, અમેરિકન કંપની ઓશનગેટની આ સબમરીન ટાઇટેનિકના કાટમાળને બતાવવા માટે તેની યાત્રા પર નીકળી હતી. તેના સુધી પહોંચવા, ત્યાં ફરવા અને પછી પાછા આવવા માટે ટાઇટેનિકનો પ્રવાસ લગભગ આઠ કલાક ચાલે છે.  ટાઇટેનિકના કાટમાળની નજીક જતા બે કલાક લાગે છે. ચાર કલાક સુધી સબમરીન કાટમાળની આસપાસનો વિસ્તાર બતાવે છે. જે બાદ પરત ફરવામાં પણ લગભગ બે કલાક લાગે છે.

સર્ચ ઓપરેશનમાં ઘણી મુશ્કેલી પડી હતી

અચાનક ગુમ થયેલી આ સબમરીનને શોધવી સરળ ન હતી. યુએસ કોસ્ટ ગાર્ડના પ્રવક્તાએ કહ્યું હતું કે આ ખૂબ જ મુશ્કેલ બચાવ કામગીરી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ સર્ચ ઓપરેશનમાં સર્ચ ટીમને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તે પાણીમાં દૃશ્યતા હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો