VIDEO : પટણમ લલ યદવ હનમનજથ લઈન રહલન લગનન કરય ઉલલખ... પટ પકડન હસય વપકષ નતઓ

પટણા, તા.23 જૂન-2023, શુક્રવાર

વિવાદો વચ્ચે લાલુ પ્રસાદ યાદવ આજે પણ ખુબ જ લોકપ્રિય છે અને તેનું કારણ તેમના બોલવાનો અંદાજ છે... લાલુ યાદવનો બોલવાનો અંદાજ જુને પેઢીને જ નહીં નવી પેઢીને પણ પસંદ આવે છે. 75 વર્ષે પહોંચેલા લાલુ પ્રસાદ યાદવ જ્યારે મીડિયા સામે આવ્યા ત્યારે તેમનો જુનો અંદાજ ફરી જોવા મળ્યો હતો. ઘણા લાંબા સમય બાદ લાલુ યાદવ આ અંદાજમાં જોવા મળ્યા છે. આ વાતનો સ્વિકાર કરતા લાલુએ કહ્યું કે, ઘણા દિવસો બાદ, સારવાર બાદ આપની સાથે વાત થઈ રહી છે. પ્રેસને સંબોધન કરી રહ્યો છું...

લાલુ યાદવે રાહુલ દાઢી, લગ્ન અને PM મોદી પર જુના અંદાજમાં કરી વાત

લાલુ પ્રસાદ યાદવ પટણામાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસસ્થાને યોજાયેલી વિપક્ષી દળોની બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠક બાદ વિપક્ષી નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી... આ પ્રેસ કોન્ફરન્સમાં લાલુ પ્રસાદ યાદવ 8 મિનિટ સુધી બોલ્યા... લાલુ પ્રસાદ યાદવે આ 8 મિનિટમાં રાહુલ ગાંધીની વધેલી દાઢીનો ઉલ્લેખ કર્યો તો તેમણે રાહુલને લગ્ન કરવાની પણ સલાહ આપી... એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન મોદી પરદેશમાં જઈને ચંદનની લાકડીનું વિતરણ કરી રહ્યા છે.

લાલુ યાદવે શું કહ્યું ?

સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છું

હવે સંપૂર્ણ ફિટ થઈ ગયો છું... હવે જોરદાર ફિટ કરી દેવાના છે નરેન્દ્ર મોદીને, ભાજપને... અને આજે જે બેઠક યોજાઈ, 20 પક્ષોના નેતાઓની, તમામ લોકોએ ખુબ જ ખુલીને પોતાના ઈરાદાઓ રજુ કર્યા. અને નિર્ણય કરાયો કે, આગામી બેઠક શિમલામાં યોજાશે.

પ્રજા બોલતી હતી - વોટ છે તમારા લોકોનો

દેશની પ્રજા બોલતી હતી કે, ભાઈ વોટ છે તમારા લોકોનો... પરંતુ તમે લોકો મળતા નથી, તમે લોકો એકજૂટ થતા નથી... વોટ વેચાઈ જાય છે. અને ભાજપ-આરએસએસ જીતી જાય છે.

નરેન્દ્ર મોદી પરદેશમાં ચંદનની લાકડી આપી રહ્યા છે

હવે આ નરેન્દ્ર મોદી દેશના નેતા નથી... પરદેશમાં ફરી ફરીને ચંદનની લાકડીનું વિતરણ કરી રહ્યા છે. અમેરિકામાં જઈને... જ્યારે અમેરિકા નરેન્દ્ર મોદીને, અમિત સાહને... ઈન્કાર કરી દીધો હતો, તે સમયે જ્યારે ગોધરાની ઘટના બની હતી અને તમને લોકોને પણ ઈન્કાર કરી દીધો હતો કે કોઈ ન જતા.. ત્યારબાદ ખબર નહીં કે કેવી રીતે ભુલી ગયા અને આ લોકો જવા લાગ્યા...

ભિંડો 60 રૂપિયા કિલો થઈ ગઈ છે

દેશ તૂટવાની અણીએ ઉભો છે... અમે તો ભિંડો ખરીદવા જતા નથી, પરંતુ જાણ હોય છે કે, ભિંડાની શાકભાજી 60 રૂપિયા કિલો થઈ ગઈ છે. તમે પત્રકાર લોકો ખરીદતા હશો... તમને લોક-ચોખા-દાળનો ભાવ ખબર હશે કે શું સ્થિતિ છે.

કર્ણાટકમાં હનુમાનજી નારાજ થઈ ગયા

હનુમાનજી ચૂંટણીમાં નામ લઈને લડે છે... કર્ણાટકમાં હનુમાનજી નારાજ થઈ ગયા... મહાવીરજી નારાજ થઈ ગયા... એવી મારી ગદા પીઠ પર... કે રાહુલ ગાંધીની પાર્ટી જીતી ગઈ... તેમની પાર્ટી જીતી... હનુમાનજી હવે અમરા લોકોની સાથે થઈ ગયા છે... અને અમે લોકો તમામ કોલ-ભીલ-નકલ-નીલને જમા કરી રહ્યા છીએ... આ વખતે તો નક્કી જ છે કે... ગયા આ લોકો... ખુબ જ ખરાબ હાલત થવાની છે, ભાજપની, નરેન્દ્ર મોદીની...

ખબર નહીં, કોણ માથુ ભરે છે

જણાવો એકાએક ફરી 2000ની નોટ... ખબર નહીં કેમ બંધ કરી દીધી ભાઈ... 2000ની આ નોટતો આ જ લોકોએ રાખેલી હતી, અને હવે તેને નિકાળી રહ્યા છે. એક હજારને ખતમ કરી 2 હજાર શરૂ કર્યા, પછી 2 હજાર કર્યા... ખબર નહીં કોણ માથુ ભરે છે... તો અમે લોકો એકઠા છીએ, પૂરી મજબુતી સાથે...

ફરવા માટે દાઢી વધારી લીધી છે

રાહુલ ગાંધીજી આવ્યા છે. રાહુલ ગાંધી આ દિવસોમાં સારુ કામ કરી રહ્યા છે... ભારત દર્શન... દેશભરમાં પગપાળા દર્શન કરાવ્યા લોકોને... અને લોકસભામાં પણ સારુ કામ કર્યું છે... અદાણીના મામલામાં... ફરવા માટે ફરી વધારી દીધી છે. (લાલુ યાદવ રાહુલ ગાંધીની દાઢીનો ઉલ્લેખ કરી રહ્યા છે.) જવાબમાં રાહુલે કહ્યું કે, ફરી નાની કરી લીધી છે... તો લાલુએ કહ્યું... હવે વધુ નીચે ન લઈ જાવ... ખબર નહીં કે નરેન્દ્ર મોદી કહે કે આખી કઢાવતા નથી... એટલા માટે નીતિશજીની પીડા છે કે, હવે વધુ નાની-નાની કરવી જોઈએ.

લગ્ન કરી લો... સમય વિત્યો નથી

તમે તો અમારા લોકોની સલાહ માન્યા નહીં... ન કર્યા... ન કર્યા... લગ્ન કરી લેવા જોઈતા હતા... અને હજુ પણ વધુ સમય વિત્યો નથી... લગ્ન કરો અને અમે લોકો વરઘોડામાં આવીએ... અને લગ્ન કરો... વાત માનો... તમારી મમ્મી અમને બોલે છે કે, કેવી રીતે ભૂલી ગયા... પાક્કું કરવું પડશે... તમારી મમ્મી બોલતી હતી કે, અમારી વાત નથી માનતા... લગ્ન કરાવો તમે...

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો