લકસભમ ભજપન હરવવ વપકષ એક થય 12મ જલઇએ ફર બઠક


- 17 વિપક્ષોની પટણામાં મહાબેઠક યોજાઇ

- ચૂંટણીઓ સમયે રાજ્યમાં જે વિપક્ષ મજબૂત હોય તેને વધુ મહત્વ આપવાની ફોર્મ્યૂલા પર બેઠકમાં ચર્ચા થઇ 

- રાહુલ, નીતીશ, લાલુ, ઉદ્ધવ, અખિલેશ, અબ્દુલ્લા, મેહબુબા, શરદ પવાર, કેજરીવાલ સહિત 32 નેતાઓએ હાથ મિલાવ્યા

પટણા : પટણામાં આજે વિપક્ષી દળોની એકજૂટતા માટે બેઠક મળી ગઈ. તેમાં મમતા બેનર્જી, કેજરીવાલ, ભગવંત માન અને એમ.કે. સ્ટાલિન સહિત છ રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા અખિલેશ યાદવ, ઉદ્ધવ  ઠાકરે, મેહબૂબા મુફ્તિ સહિત પાંચ રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત ૧૭ પક્ષોના નેતાઓ  ઉપસ્થિત હતા. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા. આ બેઠકમાં ૨૦૨૪ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને ભાજપને પરાજિત  કરવા રણનીતિ ઘડવા વિષે મુખ્યત્વે ચર્ચા થઈ હતી. હવે પછીની બેઠક ૧૨ જુલાઈએ શીમલામાં મળશે તેવી પણ જાહેરાત નીતીશ કુમારે કરી દીધી.

નીતીશ કુમારે આવો કોઈ વિવાદ ન થાય તે માટે ૧૭ પક્ષોમાંથી કોઈ એક જ પક્ષ ભાજપ સામે એક ઉમેદવાર જ મુકે. તે માટે મમતાની ફોર્મ્યુલા સ્વીકાર્ય ગણી જે પ્રદેશમાં જે પક્ષ (વિપક્ષ) બળવાન હોય તેનો જ એક ઉમેદવાર ભાજપના ઉમેદવાર સામે ઉભો રહે. પરંતુ આ સિદ્ધાંત કેટલે અંશે વિપક્ષોને સ્વીકાર્ય બનશે તે પ્રશ્ન રહે છે. દરમિયાન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પક્ષના વરિષ્ટ નેતા રાહુલ ગાંધીએ તે ચૂંટણીને વિચારધારાઓ વચ્ચેના સંઘર્ષ તરીકે જણાવી હતી. તેઓએ ભાજપ-આરએસએસ દ્વારા થઈ રહેલા આક્રમણને ભારતની લોકશાહીના પાયા ઉપર થતાં આક્રમણ સમાન ગણાવ્યું હતું.

આશરે ૧૭ પક્ષના ટોચના નેતાઓ આ બેઠકમાં જોડાયા હતા જેમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, જદ(યુ)ના નીતીશ કુમાર, તૃણમુલ કોંગ્રેસના મમતા, આપના અરવિંદ કેજરીવાલ-ભગવંત માન-રાઘવ ચડ્ઢા, એનસીપીના શરદ પવાર, આરજેડીના લાલુ, સપાના અખિલેશ યાદવ, સીપીઆઇએમના સિતારામ યેચુરી, નેશનલ કોન્ફરંસના ઓમર અબ્દુલ્લા, પીડીપીના મેહબુબા, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, જેએમએમના હેમંત સોેરેન, ડીએમકેના સ્ટાલિન, સીપીઆઇના ડી રાજા વગેરેનો પણ સમાવેશ થાય છે. આશરે ૩૨ ટોચના નેતાઓ આ બેઠકમાં સામેલ થયા હતા.

બેઠક બાદ ડીએમકેના નેતા એમ.કે. સ્ટાલિને જણાવ્યું હતું કે હજુસુધી વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે કઇ નક્કી નથી થયું, એવામાં એવા અહેવાલો છે કે ૧૨મી જુલાઇએ આ અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ હતું કે આ બેઠકથી વિપક્ષને એક કરવાની શરૂઆત સારી થઇ છે. દેશમાં જે તાનાશાહી લાવવા માગશે તેની સામે એક થઇને લડીશું. નીતીશ કુમારે કહ્યું હતું કે એક સાથે ભાજપ સામે ચૂંટણી લડવા પર વિપક્ષ સહમત થઇ ગયો છે. અખિલેશ યાદવે કહ્યું હતું કે પટણાની આ બેઠકનો એ જ સંદેશ છે કે અમે મળીને સાથે કામ કરીશું અને દેશને બચાવીશું.     

બેઠકમાં કેજરીવાલ અને અબ્દુલ્લા વચ્ચે વિવાદ

આ બેઠકમાં કેજરીવાલે કેન્દ્રના છેલ્લા અધ્યાદેશ સામે લડવા વિષે કહ્યું ત્યારે ઉમર અબ્દુલ્લાએ તેમને તે સમયની યાદ આપી કે તેમણે સંવિધાનની કલમ ૩૭૦ દૂર કરવા સામે વિરોધ નોંધાવ્યો નહતો, કે તેમના પક્ષ નેશનલ-કોન્ફરન્સને તેના વિરોધમાં ટેકો પણ આપે આપ્યો ન હતો. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસના સર્વેસર્વા મમતા બેનર્જીએ કોંગ્રેસ ઉપર પ્રહારો કરતાં કહ્યું હતું કે, તેણે પશ્ચિમ બંગાળમાં તો તૃણમુલ કોંગ્રેસ સામે વિધાનસભા ચૂંટણી વખતે પોતાના ઉમેદવારો મુક્યા હતા.

બેઠકમાં સામેલ વિપક્ષ દેશમાં કેટલો મજબૂત

પટણાની વિપક્ષની બેઠકમાં જે ૧૬થી વધુ પક્ષો એકઠા થયા હતા તેઓની દેશમાં સ્થિતિ કેટલી મજબૂત છે તે આંકડા સાથે સમજીએ, આ ૧૬ પક્ષોના લોકસભામાં ૧૩૭ સાંસદો છે જે કુલ સાંસદોના ૨૫ ટકા છે. તેવી જ રીતે રાજ્યસભામાં ૯૭ સાંસદો છે જે કુલ સાંસદોના ૩૮ ટકા છે. વિધાનસભાઓ પર નજર કરીએ તો દેશમાં આ ૧૬ પક્ષોના મળીને ૧૭૨૨ ધારાસભ્યો છે જે કુલ ધારાસભ્યોના ૪૨ ટકા થાય છે. આ પક્ષો દેશના ૧૧ રાજ્યોમાં સત્તા પર છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો