ભરતય કસત મહસઘન કરટન આચક : 11 જલઈએ યજનર ચટણ પર લગવય પરતબધ
નવી દિલ્હી, તા.25 જૂન-2023, રવિવાર
છેલ્લા ઘણા સમયથી કુસ્તી સતત ચર્ચાઓ અને વિવાદોમાં છે. મેડલ વિજેતા કુસ્તીબાજોએ ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જાતીય સતામણીના આરોપો લગાવી બ્રિજભૂષણની ધરપકડની માંગ કરવામાં આવી હતી. બ્રિજભૂષણે પોતાના પદ પરથી રાજીનામું આપતા તપાસમાં સહયોગ આપવાનું પણ આશ્વાસન આપ્યું... દરમિયાન ભારતીય કુસ્તી મહાસંઘની ચૂંટણી 11 જુલાઈએ યોજવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
આસામ રેસલિંગ ફેડરેશનની WFI, એડ-હોક કમિટી, સ્પોર્ટ્સ મંત્રાલય વિરુદ્ધ અરજી
ગુવાહાટી હાઈકોર્ટે રવિવારે આસામ કુસ્તી સંઘની અરજી પર 11 જુલાઈએ યોજાનારી ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ની ચૂંટણી પર સ્ટે મુકી દીધો છે. આસામ રેસલિંગ ફેડરેશને ભારતીય કુસ્તી સંઘ અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની એડ-હોક કમિટી અને રમત-ગમત મંત્રાલય સામે અરજી દાખલ કરી છે, જેમાં જણાવાયું છે કે, તેઓ (આસામ કુસ્તી સંઘ) WFI દ્વારા સભ્ય તરીકે માન્યતા મેળવવા માટે હકદાર છે, પરંતુ 15 નવેમ્બર 2014ના રોજ ઉત્તર પ્રદેશના ગોંડામાં WFIની જનરલ કાઉન્સિલને તત્કાલીન કારોબારી સમિતિએ ભલામણ કરી છતાં આમ કરાયું નથી.
જ્યાં સુધી અમને માન્યતા ન મળે ત્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા અટકાવો : આસામ રેસલિંગ ફેડરેશન
એડ-હોક કમિટીએ મતદાર યાદી માટે નામો મોકલવાની છેલ્લી તારીખ 25 જૂન નક્કી કરી છે, જ્યારે નવી ગવર્નિંગ બોડીની પસંદગી માટેની ચૂંટણી 11 જુલાઈએ યોજાવાની છે. અરજદારે રજૂઆત કરી કે, જ્યાં સુધી તેમની સંસ્થાને WFI દ્વારા માન્યતા ન મળે અને તેઓ મતદાન યાદી માટે પોતાના પ્રતિનિધિને નોમિનેટ ન કરી શકે, ત્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા અટકાવવી જોઈએ. કોર્ટે પ્રતિવાદી WFIની એડ-હોક સમિતિ અને રમત મંત્રાલયને આદેશ આપ્યો કે, આગામી સુનાવણીની તારીખ સુધી તેઓ WFIની કાર્યકારી સમિતિની ચૂંટણીની પ્રક્રિયા આગળ ન વધારે. સુનાવણીની આગામી તારીખ 17 જુલાઈ નક્કી કરવામાં આવી છે.
Comments
Post a Comment